સાળાના બીજા લગ્ન કરાવવા બનેવી અને પિતરાઈ ભાઈઓ લુંટનો કારસો ઘડ્યો...

ઓનલાઇન કાર બુકિંગ કરી લૂંટ ચલાવનાર 3 પિતરાઈ ભાઈઓ અને બનેવીની

સાળાના બીજા લગ્ન કરાવવા બનેવી અને પિતરાઈ ભાઈઓ લુંટનો કારસો ઘડ્યો...

Mysamachar.in-વલસાડ

સાળાના લગ્ન એક વખત તૂટી ગયા હોય અને બીજી વખત લગ્ન કરાવવા માટે બનેવી અને પિતરાઈ ભાઈઓ દ્વારા લુંટનો કારસો ઘડવામાં આવ્યો હતો, આ ગુન્હામાં વલસાડ રૂરલ પોલીસે 3 પિતરાઈ ભાઈઓ અને બનેવીને સુરત કામરેજ નજીકથી લોકેશનના આધારે ઝડપી પાડ્યા છે, પ્રાથમિક તપાસમાં સાળાના બીજા લગ્ન કરાવવા રૂપિયાની જરૂર હોવાથી આરોપીઓએ લૂંટ કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ઇમરાન નામનો શખ્સ મુંબઈમાં રીક્ષા ચલાવે છે. તેના સાળા અને પિતરાઈ ભાઈઓ ઇમરાન પાસે રીક્ષા શીખવા માટે મુંબઇ આવ્યા હતા. સાળા ફરહનના છૂટાછેડા થઈ ગયા હતા. જેથી તેને બીજા લગ્ન કરાવવા રૂપિયાની જરૂર પડી હતી.

બાંદ્રાથી સુરત આવતા રસ્તામાં કારની લૂંટ ચલાવી યુપીમાં કારને વેંચી રૂપિયા આવે તેમાં ફરહનના લગ્ન કરાવવા અને બચે તે રૂપિયા બધા વચ્ચે વહેંચી લેવાનું નક્કી કર્યું હતું. 11 સપ્ટેમ્બરની રાત્રે મુંબઈના બાંદ્રાથી સુરત રેલવે સ્ટેશન આવવા માટે ઇમરાન અન્સારીએ જસ્ટ ડાયલ ડોટ કોમથી કાર ભાડે મંગાવી હતી. જેમાં ઇમરાન અને તેના ત્રણ સાળાઓ સુરત આવવા રવાના થયા હતા. 12 સપ્ટેમ્બરની વહેલી સવારે પારનેરા હાઇવે પર બાથરૂમ કરવાના બહાને કાર ચાલક સતીષ ગૌતમને કારને ઊભી રાખવા કહ્યું હતું. કારને પારનેરા હાઇવે સર્વિસ રોડ પર અટકાવી હતી. કાર ચાલક સતીષ કારમાંથી ઉતરતા તેનો મોબાઈલ છીનવીને તેના પર દારૂની બોટલ માથામાં મારી હતી. કારચાલક સતિષને રોડ પર ફેંકી કારની લૂંટ કરી હતી. ઇમરાન અન્સારી અને તેના 3 સાળાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ બાબતની જાણ વલસાડ પોલીસને થતા નાકાબંધી ગોઠવી આરોપીઓને ઝડપી પાડવાચક્રો ગતિમાન કર્યા હતા. નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે પોલીસની નાકાબંધીથી ગભરાઈને આરોપીઓ કાર મૂકી નાસી ગયા હતા. પોલીસે બિનવારસુ કારનો કબ્જો મેળવ્યો હતો. વલસાડ SP, Dysp માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ મેળવી ટેક્નિકલ ટીમની મદદ વડે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કર્યાં હતા હતા. ત્યારબાદ આરોપી નાહીદ, ફરહાન અબ્દુલ, ફૈઝાન નસિફ, અને દાનીશ અજીજો રહેમાન ધોબીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.