કોંગ્રેસની માઠી..ધારાસભ્ય ગયા જેલમાં અને પ્રમુખ પર થયો હુમલો

પહેલા કર્યું અપહરણ અને પછી માર્યો માર

કોંગ્રેસની માઠી..ધારાસભ્ય ગયા જેલમાં અને પ્રમુખ પર થયો હુમલો

mysamachar.in-પોરબંદર:

કોંગ્રેસના હોદેદારો પર માઠી દશા બેઠી હોય તેમ મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનામાં આચરવામાં આવેલ ગેરરીતિ મામલે હળવદના ધારાસભ્યનું નામ ખૂલતાં પરસોતમ સાબારીયાને જેલમાં જવાની નોબત આવી છે તેવામાં પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખનું ૬ જેટલા શખ્સોએ અપહરણ કરીને બેફામ મારકૂટ કરીને લુંટ ચલાવી નાશી છૂટ્યાનો બનાવ સામે આવ્યો છે ગાંધીના પોરબંદરમાં દિન દહાડે આ ધટના બનતા ચકચાર જાગી છે,

આજે પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ અને રધુવીર સેના શહેર પ્રમુખ તરીકે જવાબદારી સંભળાતા પરિમલ ઠકરાર પાસે ૬ જેટલા શખ્સો આવીને તારી ફાટ હમણાં બહુ વધી ગઈ છે તેમ કહીને પરિમલ ઠકરારનું   અપહરણ કરીને છરીની અણીએ હુમલો કરી બેફામ મારકૂટ કર્યા બાદ મોબાઈલની લુંટ ચલાવીને ભારે દેકારો  થતાં ૬ શખ્સો નાશી છૂટ્યા હતા.                                                                 

હુમલાની આ ધટના બાદ પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખને  ઇજા થતા તાકીદે સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યાં પોલીસ દોડી જઈને ફરિયાદ નોધવા માટે તજવીજ હાથ ધરી છે તેવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે અપહરણ હુમલા અને લુંટના બનાવને લઈને  પોરબંદર કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા આ બનાવને વખોડી કાઢી આરોપી સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.