Mysamachar.in-જામનગર
જામનગર જીજી હોસ્પીટલની કોવીડ બિલ્ડીંગ બહાર કોન્ટ્રાકટ બેઝ સફાઈકર્મીઓ વચ્ચે અંદરોઅંદર થયેલ બોલાચાલી બાદ હાજર પોલીસે આ મામલો થાળે પાડવાની કોશિશ કરતા મામલો વધુ બગડ્યો હતો અને ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરજમાં રુકાવટ કરતા ગત મોડીરાત સુધી આ મામલો બી ડીવીઝન પોલીસ મથક નજીક ટોળા એકત્ર થઇ ચુક્યા હતા, જો કે અંતે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત કઈક એવી છે કે જીજી હોસ્પીટલ કોવીડ બીલ્ડીંગ સામે ગઈકાલે બપોરે હોસ્પિટલ અંદર કોન્ટ્રાકટ સફાઈ કર્મીઓ વચ્ચે ટીફીન બાબતે બોલાચાલી થઇ હતી. દરમિયાન હાજર પોલીસે આ બાબતે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેર કાયદેસર મંડળી રચી, દાખલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને છુટા બ્લોકના ઘા કરવાથી ગંભીર ઇજા કરવાના ઇરાદાથી સાગરભાઇ દીનેશભાઇ સોલંકી, આનંદ મગનભાઇ રાઠોડ, મુકેશ દીનેશભાઇ સોલંકી, આકાશ સોમાભાઇ સોલંકી, બીપીન રામજીભાઇ સોલંકી તેમજ બીજા દસથી પંદર જેટલા અજાણ્યા માણસોએ ઓક્સીઝન ટેંકમાં પથ્થરના ઘા કરવાથી મોટી જાનહાની થઇ શકે તેવુ જાણતા હોવા છતા તેમજ એમ્બ્યુલંસ અને સબવાહીનીઓના અવર જવરના રસ્તા ઉપર વાહનો પાર્ક કરવાથી દર્દીને સારવારમા વીલંબ થવાથી દર્દીનુ મોત નીપજી શકે તેવુ જાણતા હોવા છતા વાહન પાર્ક કરી દર્દી તેમજ તેના સગાઓને પથરોના છુટા ઘા કરવાથી ગંભીર ઇજા થઇ શકે અને નુકસાન કરવાના ઇરાદાથી પોલીસકર્મીઓ પર તેમજ કોવીડ બીલ્ડીંગ તેમજ ઓક્સીઝન ટેંક ઉપર પથ્થરોના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મીલકતને નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે મહિલા પોલીસ કર્મી રેખાબેન દીનેશભાઇ મેઘાભાઇ દાફડાએ તમામ સામે જુદી જુદી કલમો હેઠળ આ તમામ સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.