Mysamachar.in-જામનગર
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ હેડ કવાર્ટરમાં આવેલા ટોઈંગ સ્ટેશનમાં જીજે-10-સીએફ 8005 નંબરનું એક્ટિવા ગત તા.22ના રોજ ડીટેઈન કરીને રાખવામાં આવ્યું હતું જે પાંચ દિવસ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને થયું એવું કે આ અંગે ટ્રાફિક પોલીસે જ ફરિયાદી બનવાનો વારો આવ્યો અને હેડ કોન્સ્ટેબલે અજાણ્યા શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ સિટી-બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
આ ચકચારી બનેલ વાહનચોરી અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે તપાસ કરતા આ ચોરી અન્ય કોઈએ નહિ પરંતુ ખુદ હોમગાર્ડ જવાને જ કરી હોવાનું સામે આવ્યું છે, સીટી બી ડીવીઝન પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ તથા પીએસઆઈ સી.એમ.કાંટેલીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સંજયભાઇ પરમારને સંયુક્ત રીતે મળેલ બાતમી મળેલ કે વિકટોરીયા પુલ નીચે નદીના પટમાં એક ઇસમ ચોરીના મોટર સાયકલ છુપાવવાની કોશીષ કરે છે જે હકીકત આધારે રેઇડ કરી જોગેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલ ધંધો હોમગાર્ડ સભ્ય રહે.ચૌહાણ ફળી, રણજીત રોડ, શેરી નં.2, જામનગર વાળાને ચોરીના મોટરસાઇકલ એક ગ્રે કલરનુ હોન્ડા એકટીવા મોટરસાઇકલ જેના આગળ પાછળ જોતા નંબર પ્લેટ ન હોય જેના ચેસીસ નંબર જોતા ME4JF504JFT748506 તથા એન્જીન નંબર JF50ET2749588 ના આધારે મોટરસાઈકલ નંબર માટે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા રજી. નંબર GJ-10-CF-8005 ના હોવાનુ જાણવા મળતા જે બાબતે પુછપરછ કરતા ટોઇંગ સ્ટેશન પોલીસ હેડ કવાર્ટર ખાતેથી ચોરેલ હોવાનુ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી,
ઉપરાંત અન્ય એક કાળા કલરનું પોલીસ પટ્ટાવાળુ સ્પેલન્ડર પ્લસ મોટરસાઇકલ જેની આગળ પાછળ નંબર પ્લેટ ન હોય જેના ચેસીસ નંબર MBLHA10BVFHE64980 તથા એન્જીન નંબર HA10EWFHE26644 ના આધારે મોટરસાઈકલના નંબર માટે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા રજી. નંબર GJ-03-HS-4057 ના હોવાનું જાણવા મળતા જે બાબતે પુછપરછ કરતા કોઈ સચોટ અને યોગ્ય જવાબ આપતા ન હોય જેથી આ વાહન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય શકપડતી મીલ્કત તરીકે કબ્જે કરેલ છે.