બી ડીવીઝન ડી સ્ટાફે ટ્રકમાંથી કાઢી દારૂની ઢગલોબંધ બોટલો

કોથળીઓની આડમાં છુપાવેલ હતો દારુ

બી ડીવીઝન ડી સ્ટાફે ટ્રકમાંથી કાઢી દારૂની ઢગલોબંધ બોટલો

Mysamachar.in-જામનગર:

સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કિશોરભાઇ પરમાર પો.હેડ કોન્સ શોભરાજસિંહ જાડેજા ક્રિપાલસિંહ જાડેજા ફૈજલભાઇ ચાવડાને ચોકકસ સયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે એક ટ્રક રજી નંજીજે 10 TV 8030માં અમુક ઇસમો ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો લઇને ગુલાબનગર જુના જકાતનાકા પાસેથી પસાર થનાર છે જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપીઓ ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ગોહિલ, ઇમરાન ઇકબાલ શેખ ટ્રક લઇ નીકળતા તે ટ્રકમાં પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકાઓની પાછળ ભારતીય બનાવટના વિદશી દારૂની બોટલો ભરેલ બોટલો દારૂની સીલબંધ બોટલો નંગ 1164, એક ટ્રક તથા દારૂ છુપાવવામાં ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકો બીલ્ટી મુજબની કુલ 37,63,375 ના મુદામાલ સાથે સાથે પકડી પાડેલ છે,

આ કામગીરી પી.આઈ.કે.જે.ભોયે પીએસઆઈ વાય.બી.રાણા એ.એસ.આઇ બશીરભાઇ મુંદ્રાક શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા,રવીન્દ્રસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, જગદીશભાઇ મકવાણા, શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર. હરદીપભાઈ બારડ,  દેવેનભાઇ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.