ઓટો રીક્ષાને નડ્યો અકસ્માત, 6 ના ઘટનાસ્થળે જ મોત 

આજે વહેલી સવારે અહી બની છે ઘટના 

ઓટો રીક્ષાને નડ્યો અકસ્માત, 6 ના ઘટનાસ્થળે જ  મોત 

Mysamachar.in-દાહોદ:

રાજ્યમાં આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 6 લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

 

અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.