ઓડીટથી ગે.કા.બાંધકામની વિગત રહસ્યમય રીતે છુપાવતુ ટીપીઓ..

આસામીવાઇઝ શુ પગલા લીધા?

ઓડીટથી ગે.કા.બાંધકામની વિગત રહસ્યમય રીતે છુપાવતુ ટીપીઓ..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાનુ ગેરકાયદેસર બાંધકામને થાબણભાણા કરવાનુ વલણ કંઇ નવુ નથી જેનો વધુ એક સનસનીખેજ અને નિંભરતાની પરાકાષ્ટા સમાન બાબત તાજેતરમાં જ એ ઉજાગર થઇ છે,કે ખુદ મહાનગરપાલિકાના વિભાગથી જ સાચી વિગતો છુપાવાઇ છે,

મનપાની દરેક શાખાની કામગીરીનુ ઓડીટ કરવા અલગ વિભાગ કાર્યરત છે,ઓડીટ એ અરીસો છે,તેમાં કચાશ ચલાવી લેવાતી નથી.ત્યારે આ પહેલાના ઓડીટ રિપોર્ટમા જેમ પુછાયુ હતુ કે ગેરકાયદેસર બાંધકામ અંગે આસામીવાઇઝ શુ પગલા લીધા? તો તેનો જવાબ તો અપાયો જ નહી એવો જ  બીજો ઓડીટ પેરા તાજેતરમા પ્રસિદ્ધ થયેલા છેલ્લા ઓડીટ રિપોર્ટમાં નોંધાયો છે,જેનો ખુલાસો થયો નથી.

છેલ્લા રિપોર્ટના પેરામા નોંધાયા મુજબ ટી.પી.ઓ. શાખાએ ફક્ત વોર્ડવાર ગેરકાયદેસર બાંધકામની નોટીસની સંખ્યાનો માત્ર આંકડો જ દર્શાવ્યો છે,આસામીનુ નામ સરનામુ,ગેરકાયદેસર બાંધકામની વિગત તેમજ લેવાયેલા પગલાની વિગત રજુ કરી નથી,અને અમુક બાબત પુછવા છતા એસ્ટેટ ઉપર ઢોળી દેવામા આવી છે.


આકડા પણ અધુરા અપાયા

ટી.પી.ઓ.એ ઓડીટ શાખાને વોર્ડવાર રજુ કરેલી વિગતોમા ગેરકાયદેસર બાંધકામની  નોટીસની કુલ સંખ્યા ૭૩ થાય છે,જ્યારે તાજેતરમા જ એક આર.ટી.આઇ. હેઠળ આપવામા આવેલી માહિતીનો આધાર લઇએ તો આ ઓડીટ રિપોર્ટના સમયગાળામા તો ગેરકાયદેસર બાંધકામની નોટીસની સંખ્યા ૧૧૦ થાય છે,આમ  પોતાના વિભાગથી જ સાચી માહિતી છુપાવે છે તે એક રહસ્યમય કોકડુ છે.