ઓડી કાર ગાય સાથે અથડાઈ, ચાલક ગંભીર રીતે ઘવાયો

ગાયનું ઘટનાસ્થળે નીપજ્યું મોત..

ઓડી કાર ગાય સાથે અથડાઈ, ચાલક ગંભીર રીતે ઘવાયો

Mysamachar.in-રાજકોટ

મોંઘીદાટ કાર હોય તો પણ અકસ્માત થાય માટે સાવધાની એ જ સતર્કતા રાખી હંમેશા ગતિમર્યાદામાં જ વાહન હંકારવું જોઈએ, રાજકોટના કાલાવડ હાઈવે પર આવેલ હરે રામ હરેક્રિષ્ના મંદિર નજીક કાલે મોડી રાત્રે એક પૂર ઝડપે આવી રહેલી ઓડી કારે ગાયને અડફેટે લીધી અને આ કાર ગાય સાથે અથડાતા ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાર ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. કાર ચાલકને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકદમ સ્પીડે અચાનક ઓડી ગાડી આડી ઉતરતા ગાયને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત થયાનું સામે આવે છે.