પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવક પર રાખવી વોચ....હત્યાની કોશિશને અંજામ આપતા શખ્સો 

શંકર ટેકરીમાં બનેલ બનાવ અંગે નોંધાઈ ફરિયાદ 

પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવક પર રાખવી વોચ....હત્યાની કોશિશને અંજામ આપતા શખ્સો 
symbolic image

Mysamachar.in:જામનગર

જામનગર શહેરના શંકર ટેકરી,સુભાષપરા શેરી નં-૨માં વસવાટ કરતા અને ગાડી લે વેચનો ધંધો કરતા વિજયભાઇ ઉર્ફે વિજલો કેશુભાઇ વરાણીયા શંકર ટેકરીમાં જ વસવાટ કરતા અનવર કાસમ ખફી તથા ઇકબાલ કાસમ ખફી વિરૂધ્ધ સીટી એ ડીવી પો.સ્ટે. તથા સીટી સી ડીવી પો.સ્ટે.માં બે ત્રણ દિવસ પહેલા પોલીસ ફરીયાદો કરેલ હોય  તેમજ આ બન્ને આરોપીઓના ઘર પાસે ચાર પાંચ દિવસ પહેલા પોલીસે જુગારની રેઇડ કરેલ હોય તેનુ મન:દુખ રાખી ગુન્હાહિત કાવતરૂ રચી ઇકબાલ અને અનવરના માણસ યુવરાજસિંહ મહોબતસિંહ કયોરને ફરીયાદી વિજય ઉપર વોંચ રાખવા પાછળ મુકતા ફરીયાદી તથા તેનો ભત્રીજો  પોતાનું બાઈક ચલાવીને જતા હતા ત્યારે યુવરાજસિંહ મહોબતસિંહ કયોરએ પોતાના લાલ કલરના એકસેસમાં આવી ફરીયાદી વિજયના મોટરસાઈકલને ઓવરટેક કરી ગાળો ભુંડા બોલી કહેલ કે અમારા શેઠ અનવરભાઇ ખફી અને ઇકબાલભાઇ ખફી ઉપર તમે કેમ ફરીયાદો કરો છો તમને મારી નાખવા છે, તેમ ધમકી, આપી આરોપી યુવરાજસિંહ કયોર એ પોતાના પાસેની છરી કાઢી ફરીયાદી વિજય અને તેના ભત્રીજા સુમીતભાઇને માથામાં અને કપાળમાં છરીના બે ઘા મારી અને ફરીયાદી વિજયને જમણા કાન ઉપર તથા કાન પાછળ ગરદન ઉપર છરીના બે ઘા મારી ફરીયાદી તથા સાહેદનું ખુન કરવાની કોશીષ કરી કર્યા સબબની ત્રણ ઈસમો સામે ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ પી.આઈ.કે.એલ.ગાધે દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.