જામનગર મનપાની કચેરીમાં કર્મચારી પર થયેલ હુમલાના CCTV આવ્યા સામે 

CCTV જોવા ક્લીક કરો

mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકા મા આજે સાંજના સમયે એવી ઘટના સામે આવી છે,જેની મનપાની આંતરિક સુરક્ષા સામે સવાલો ઉભા કરી દીધા છે,જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે મનપા બિલ્ડીંગમાં શોપશાખા મા શોપ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ  પાંડોર નામના કર્મચારી પોતાની કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા,ત્યારે બે ઇસમો ત્યાં આવી પહોચ્યા હતા અને શોપશાખાનો દરવાજો બંધ કરીને શોપ ઇન્સ્પેક્ટર પાંડોર સાથે થયેલ ઝપાઝપીના દ્રશ્યો સીસીટીવીમા કેદ થયા છે,હુમલો કરનાર રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા એ પણ મનપામાં જોર પકડ્યું છે,જો કે ભોગ બનનાર કર્મચારીના જણાવ્યા પ્રમાણે તેના દ્વારા આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાલમાં હાથ ધરાઈ રહી છે,

ઘટનાના સીસીટીવી જોવા ઉપરનો વિડીયો કલીક કરો..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો