Mysamachar.in-જામનગર
જામનગર શહેરના વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર કેશુભાઈ માડમના પુત્ર સહીત 4 શખ્સોએ પોલીસકર્મી પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે, વાત કઈક એવી છે કે શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ ઝાલા ઉપર આ જ વિસ્તારના ભાજપના કોર્પોરેટર કેશુભાઈ માડમના પુત્ર આશિષ કેશુભાઈ માડમ સહિત ચાર અજાણ્યા શખ્સ દ્વારા સાઈડ આપવા બાબતે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
પોલીસ ફરિયાદ પર નજર કરવામાં આવે તો જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા બે દિવસ પૂર્વે સાંજે ચાલું ફરજે હોય જ્યા તેમની તબીયત સારી ન હોય જેથી તેઓના ઊપરી આધકારીની પરમીશન લઈ ઘરે આવી ગયા બાદ દવા લેવા માટે હોસ્પિટલ જવા નિકળેલ ત્યારે ઇન્દિરા સોસાયટી રીક્ષા સ્ટેન્ડ પાસે પાછળથી આવી રહેલ આશિષ માડમ તથા અન્ય શખ્સ દ્વારા સાઈડ કેમ આપતો નથી તેમ કહી ગાળો આપીને પાછળના ભાગે ઇંટનો ઘા મારી મુંઢમાર મારતા લોહીલુહાણ હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ઝાલાને તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બી ડીવીઝન પોલીસે પોલીસકર્મી મનોહરસિંહ ઝાલાની ફરિયાદ પરથી આશીષભાઇ કેશુભાઇ માડમ તથા અજાણ્યા ચાર ઇસમો સામે ગેરકાયદેસર મંડળી માર મારવો, ગાળો કાઢવી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.