આરોપીને પકડવા ગયેલ એ ડીવીઝન પોલીસમથકના પોલીસકર્મી પર હુમલો

બે શખ્સોએ ડી સ્ટાફના પોલીસકર્મીને માર્યો માર

આરોપીને પકડવા ગયેલ એ ડીવીઝન પોલીસમથકના પોલીસકર્મી પર હુમલો
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં થોડાસમય પૂર્વે એક મારામારીની ફરિયાદ નોંધાયેલ તે ગુન્હામાં ફરારી આરોપી સાધનાકોલોની પાસે હોવાની માહિતી એ ડીવીઝન ડી સ્ટાફમાં ફરજ બજાવતા ગૌતમ મકવાણાને મળતા તે મારામારીના ગુન્હામાં ફરારી આરોપી સાગરસિંહ જીતુભા કેર અને મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો ગુમાંનસીહ જાડેજા જે બન્ને ચેલા ગામના રહીશ છે તેને પકડવા માટે ત્યાં પહોચ્યા હતા,

જેવોને ગુનાના કામે અટક કરવા માટે પોલીસમેન ગૌતમ મકવાણાએ પોલીસમથકે ચાલવાનું કહેતા બન્ને આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદી સાથે ઝઘડો કરી સાગરસિંહ જીતુભા કેરએ પોલીસકર્મીને લાકડાના ધોકાથી કમરના ભાગે ધોકાનો ધા મારતા ફરીયાદી પોલીસકર્મી ગૌતમ મકવાણા નીચે પડી જાતા મહેન્દ્રસિંહ જાડેજા લોખંડના કોઇ ધારદાર હથીયારથી પોલીસકર્મીને કપાળના ઉપરના ભાગે માથામા ઘા મારી ગંભીર ઇજા પહોચાડી તેની કાયદેસરની ફરજમા રુકાવટ કરી બન્ને  નાશી ગયા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.