ધ્રોલ: વાંકીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

ધ્રોલ: વાંકીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં હમણા હમણાં જુગારધામો ઝડપાઈ જવાનો સીલસીલો યથાવત છે,ત્યાં જ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકીયા ગામના પાદરમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ ખીમાણીની વાડીએ ઓરડીમાં જુગારનો અખાડો ચલાવી જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે, તેવી માહિતીને આધારે આ જગ્યા આ જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી પાંચ ઈસમોને રોકડા રૂ. 64,600/- તથા મોબાઈલ નંબર-4 કિ.રૂ. 3,500/- મળી કુલ રૂ 68,100/- સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

-બાબુભાઈ મોહનાભાઈ ખીમાણી રહે, વાંકીયા ગામ તા. ધ્રોલ
-કાંતિભાઈ ગંગારામભાઈ સંતોકી રહે. વાંકીયા ગામ તા. ધ્રોલ
-ભુપેન્દ્રભાઈ પીતાંબરભાઈ ચાડણીયા રહે. વાંકીયા ગામ તા. ધ્રોલ
-મનસુખભાઈ જશાભાઈ બાંભવા રહે. મોટી બાણુગાર ગામ
-પ્રવિણકુમાર અમૃતલાલ નીમાવત રહે. વૃંદાવન સોસાયટી ધ્રોલ

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. વી.કે. ગઢવી તથા પો. કોન્સ. અશોકભાઈ શિયાર તથા પો. કોન્સ. હેમુભા જાડેજા તથા કુલદીપસિંહ તથા હર્ષદભાઈ ડોરીયા તથા પો. કોન્સ. લાખાભાઈ સોઢીયાં તથા પો. કોન્સ. વનરાજભાઈ ગઢાદરા તથા પો. કોન્સ. સંજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.