અંતે જામજોધપુર તા.પંચાયતના બંને સભ્યોની હકાલપટ્ટી

વિકાસ કમિશ્નરે કર્યો હુકમ

અંતે જામજોધપુર તા.પંચાયતના બંને સભ્યોની હકાલપટ્ટી

mysamachar.in-જામનગર:

જામજોધપુર તાલુકા પંચાયતના કોંગ્રસના બે સભ્યોએ જે તે સમયે તેમના રાજીનામા મંજુર કરાતા  આ બાબતે વિવાદ ઉભો કરીને તેમને રાજીનામા આપ્યા નથી તેમની બોગસ સહીનો ઉપયોગ થયો હોવા અંગેની જામજોધપુર પોલીસ  સ્ટેશનમાં તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા સામે ફરિયાદ કરી હતી અને ગાંધીનગર વિકાસ કમિશનર પાસે સભ્યપદે ચાલુ રાખવા સ્ટે મેળવ્યો હતો પરંતુ વિકાસ કમિશનરમાં  કેસ ચાલી જતા બંને સભ્યો પર સ્ટે ઉઠાવી લઇને રાજીનામાની અરજી ગ્રાહ્ય રાખીને બંને સભ્યોની સભ્યપદેથી હકાલપટ્ટી કરવાનો હુકમ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખતો ચુકાદો આપતા જામજોધપુરમાં મેલા રાજકારણનો પર્દાફાશ થયો છે 

જામજોધપુર તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા વિરુદ્ધ તાલુકા પંચાયતના જ સભ્ય મંછાબેન બાબરીયા અને ગોવિંદ વારગીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં બંને સભ્યો મતદાન ના કરી શકે તે માટે અમારા લેટરપેડ બનાવીને રાજીનામાં મંજુર કરી લેવામાં આવતા તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખ અને જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરિયાના માતા પ્રતિભાબેન સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી હતી,

દરમ્યાન જામજોધપુર તાલુકા પંચાયતના સભ્ય મંછાબેન બાબરીયા અને ગોવિંદભાઇ વારગીયાએ ગાંધીનગર વિકાસ કમિશ્નરમાં અરજી કરી સ્ટે મેળવતા પ્રમુખની ચુંટણીમાં મતદાન કર્યું હતું,પરંતુ સમગ્ર પ્રકરણ ગાંધીનગર વિકાસ કમિશ્નરમાં ચાલી જતાં જામજોધપુર તાલુકા પંચાયતના બંને સભ્યોનો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે અને રાજીનામાંમાં અસલ સહીઓ હોય,બંને સભ્યોના રાજીનામાં મંજૂર કરી તાત્કાલિક સભ્યો પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે,

આમ જે-તે સમયે રાજકીય કાવાદાવામાં જામજોધપુર તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ અને ધારાસભ્ય ચીરાગ કાલરીયાના માતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેનું સત્ય હવે બહાર આવ્યું હોય તેમ વિકાસ કમિશનરના ચુકાદા ઉપરથી સામે આવ્યું છે.