મુખ્યમંત્રીના બંગલે ત્રાજવું મુકાયું, અને ગુલાબી નોટોથી પ્રજાના પ્રતિનિધિઓને તોલાયા:પરેશ ધાનાણી

રાજ્યસભા ચુંટણી

મુખ્યમંત્રીના બંગલે ત્રાજવું મુકાયું, અને ગુલાબી નોટોથી પ્રજાના પ્રતિનિધિઓને તોલાયા:પરેશ ધાનાણી

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યસભાની ચૂંટણી આવતાની સાથે જ દરવખતની જેમ આ વખતે પણ ગુજરાતમાં ધારાસભ્યો ખેરવવાનો ખેલ શરુ થયો છે, અને કોંગ્રેસમાં એક પછી એક વિકેટ પાડવા લાગી છે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામા આપી દીધા છે. ખુદ વિધાનસભાના સ્પીકરે એક વીડિયો જાહેર કરીને આ પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ફટકો પડતાં પાર્ટી નેતાઓમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. ધારાસભ્યોના રાજીનામાંને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ધાનાણીએ કહ્યું કે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે. નોટોથી ખરીદવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી નજર સામે નેતાઓ ખરીદ્યા છે. લોકો માટે લડનારા લોકો જ જીતતાં હોય છે. દરેક પક્ષ કોંગ્રેસને સમર્થન આપશે.ધાનાણીએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીના બંગલે ત્રાજવું મુકવામાં આવ્યું હતું, જેમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગુલાબી નોટોથી ઝોખીને લોકોના વિશ્વાસ વેચવાનો ગીરવે મુકવાનુ કામ ભાજપે કર્યું છે પરંતુ અમને વિશ્વાસ છે કે અમે જીતીશું..