Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે પોલીસનું નામ આવે એટલે અમુક પોલીસકર્મીઓ અને અધિકારીઓના કાર્યપ્રણાલીને કારણે બધા જ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને એજ નજરથી જોવામાં આવતા હોય છે, પણ એવું નથી પોલીસ વિભાગમાં ફરજનિષ્ઠ અને લોકોને ખરા અર્થમાં ઉપયોગી થઇ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો અહેસાસ કરવાનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે પણ જામનગર સહીત રાજ્યના પોલીસ વિભાગમાં બખૂબી ફરજ બજાવે છે જે સલામને પાત્ર છે, આવા જ જામનગર શહેરમાં જાણીતા અને ગઈકાલે રીટાયર્ડ થયેલ ASI યુનુસ સમા છે, દરેક વર્ગ સમાજો સાથે ઘરોબો ધરાવતા અને પોતાની ફરજ નિભાવતા યુનુસ સમાં ગઈકાલે વયમર્યાદાને કારણે નિવૃત થયા છે. અને નીવૃતીને દિવસે પણ લોકોને અને ખાસ તો યુવાઓને સંદેશો પણ આપ્યો છે.
જામનગર પોલીસના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવ્યા બાદ પોતાની ફરજકાળ દરમિયાન ફીટ અને તંદુરસ્તી છેક સુધી જાળવી રાખી છે.ત્યારે આજના યુવાઓ પણ વ્યસનમુક્ત જીવન જીવી અને અને તંદુરસ્ત રહી શકાય તેવો કોલ 58 વર્ષે પણ યંગ મેન યુનુસ સમાંએ આપ્યો છે. ગતસાંજે શહેરની એએસપી કચેરીથી એસપી કચેરી સુધી યુવાનને સરમાવે તેવી સ્ફૂર્તિ સાથે દોડ લગાવી હતી. જ્યાં એસપી કચેરી ખાતે વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓએ યુનુસ સમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.હવે યુનુસ સમા નિવૃત્તિ બાદનું જીવન પણ તંદુરસ્તી સાથે વિતાવી અને આમ જ ફીટ રહે તેવી શુભકામના…