એક તો ગરમી અને... જામનગરમાં વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે અડધા જામનગર શહેરમાં રહેશે વીજકાપ

જેટકો કંપની દ્વારા 66 કેવી સાત રસ્તા સબસ્ટેશનમાં અગત્યની કામગીરી હાથ ધરાતાં મહત્વના 10 ફીડર રહેશે બંધ

એક તો ગરમી અને... જામનગરમાં વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે અડધા જામનગર શહેરમાં રહેશે વીજકાપ
file image

Mysamachar.in-જામનગર:

એક તરફ કાળઝાળ ગરમી છે અને પારો સતત ઉપર જઈ રહ્યો છે તેવા ટાઈમે જ જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શનિવાર ને ૧૪મી મેના દિવસે અડધા જામનગર શહેરમાં વિજકાપ મુકાયા છે, અને સાત રસ્તા સબડિવિઝન માંથી નીકળતા જુદા જુદા 10 જેટલા 11 કે.વી. ના ફીડરો મરામત ની કામગીરી હાથ ધરવાના ભાગરૂપે સવારે 7:00 વાગ્યા થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

જામનગરમાં જેટકો કંપની દ્વારા 66 કે.વી. સાત રસ્તા સબસ્ટેશનમાં અગત્યની કામગીરી કરવાની હોવાથી તેમાંથી નીકળતા જુદા જુદા 11 કે.વી. ફીડરના વિસ્તારો જેમાં સનસાઈન ફીડર, બેડી ગેટ ફીડર, સત્યમ ફીડર, ઈન્દિરા માર્ગ ફીડર, પ્રદર્શન ગ્રાઉન્ડ ફીડર, સાવન ફીડર, વાલ્કેશ્વરી ફીડર, સરુ સેક્શન ફીડર, જનતા ફીડર, અને ક્રિસ્ટલ ફીડરમાં મહત્વની કામગીરી હાથ ધરવા ના ભાગરૂપે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી નો વીજ કાપ લાદવામાં આવ્યો છે.સાત રસ્તા સબ સ્ટેશનમાંથી ઉપરોક્ત તમામ ફીડરો કાર્યરત છે, અને ત્યાં જ મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી મોટાભાગે અડધા જામનગરના શહેરી વિસ્તારમાં શનિવારે વીજકાપ રહેશે તેવી વીજતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.