દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું જોખમ વધુ

દરીયાકાઠાના 51 ગામોને એલર્ટ કરી લોકોને સલામત સ્‍થળે ખસેડાવા શેલ્‍ટર હોમ શરૂ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું જોખમ વધુ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્‍લા પ્રભારી સચિવ લોચન શહેરા તથા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના સંકલનમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર સજ્જ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું ઝોખમ વધુ રહેતું હોય છે. વાવાઝોનાની સંભવિત અસરને પહોંચી વળવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજયકક્ષાએથી આવતી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્‍લા તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. દરીયાઇ વિસ્‍તારમાં આવેલા જિલ્‍લાના દ્વારકા તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. નિચાણવાળા વિસ્‍તારોમાંથી 10090 ને સ્‍થાળાંતર કરવાના થતા તૈ પૈકી 6815 ને સ્‍થળાંતર કરાવાયું છે. તૈ પૈકી 400 લોકોનું સ્‍થાળાંતર ગવર્નમેન્‍ટ શેલ્‍ટર હાઉસમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અને બાકીનાને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓમાં સ્‍થાળાંતર કરાવેલ છે. દ્વારકામાં 2000 અને ઓખામાં 1000 ફુડ પેકેટ બનાવેલ છે. અને સાત શેલ્‍ટર હોમ બનાવેલ છે. દરિયા કાઠાના વિસ્‍તારમાં કુલ 17 શેલ્‍ટર હોમ બનાવેલ જયાં નોડલ ઓફીસર અને સબ નોડલ ઓફીસરના ઓર્ડર કરેલ છે. જેમાં જમવા, રહેવા, રાત્રી રોકાણ, પાણી અને બાથરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

દ્વારકાના રૂપેણ બંદરમાં મોટી સંખ્‍યામાં વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકો રહેતા હોય છે ત્‍યાં મહેસુલી તંત્ર, પોલીસ તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ તથા નગરપાલિકા દ્વારા પેટ્રોલીંગ કરી લોકોને તાત્‍કાલીક સ્‍થળાંતર કરવા તાકીદ કરેલ છે. એનડીઆરએફ ની 2 ટીમ દ્વારકામાં અને 1 ટીમ ઓખા તથા એસડીઆરએફની 1 ટીમ લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્‍ટોર માટે પીજીવીસીએલ તથા જેટકો ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્‍તારોના ગામોમાં આવેલા સસ્‍તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્‍થો ભરવામાં આવ્‍યો છે.

વાવાઝોડાની અસર વિજ પુરવઠા પર પડતી હોય છે. પણ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવીને કોવિડ હોસ્‍પિટલોમાં તથા ઓક્સિજન સપ્‍લાયમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંતી વળવા જિલ્‍લાતંત્રને રાજય સરકારનું સતત માર્ગદર્શન મળી રહયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વાવઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. દ્વારકા ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેનો નંબર 02892 234541 અને મોબાઇલ -8511872350 છે.

-દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાને ધ્‍યાને લઇ વધુ 9 -108 એમ્‍બ્‍યુલન્‍સ સજજ કરાઇ

અરબ સાગરમાં લો પ્રેશન સાઇકલોનમાં પરિવર્તન થતા ‘‘તૌકતે’’ વાવાઝોડું આવનાર છે. જેની કચ્‍છ તેમ સૌરાષ્‍ટ્રના દરિયાકિનારાના વિસ્‍તારોમાં અસર થવાની સંભાવના છે. જેને લીધે તમામ દરીયાકાઠે આવતા વિસ્‍તારોમાં 108ની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ 9, 108 એમ્‍બ્‍યુલન્‍સ વાવાઝોડાની અસરને ધ્‍યાને લઇ હંગામી ધોરણે દ્વારકા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના માર્ગદર્શન તળે મુકવામાં આવી છે. પહેલા 11 એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત હતી અને 9 મળી કુલ 20 108-એમ્‍બ્‍યુલન્‍સ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કાર્યરત થશે. જે સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારો ખાસ કરીને દરીયાઇ વિસતારને આવરી લઇ ઇમરજન્‍સી પરિસ્‍થિતિમાં ઝડપથી પહોંચી વળવા મદદરૂપ થશે.