તિજોરી પાસે જ તિજોરીની ચાવી રાખવાનું પરિણામ, તસ્કરો 5 લાખ ઉસેડી ગયા
એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ ફરિયાદ

Mysamachar.in-જામનગર:
જામનગરના સજુબા સ્કુલ નજીક આવેલ લંઘાવાડનો ઢાળીયો, બાજરીયા બ્રધર્સ વાળી શેરી પાસે રહેતા હારુન ઉર્ફે અલુ સુલેમાન આંબલીયાના મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થઇ છે ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો ચોર ઈસમ હારૂનભાઈના ઘરનો ખાલી બંધ કરેલ દરવાજો ખોલી ઘરમા પ્રવેશ કરી લોખંડનો કબાટ ખોલી કબાટમા કપડા નીચે રાખેલ તીજોરીની ચાવી વડે તીજોરી ખોલી તીજોરીમા પડેલ પર્સ કે જેમાં 500 તથા 2000ના દરની નોટો મળે કુલ રૂપીયા 5,00,000 ચોરી ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જો કે આ કિસ્સો અન્ય લોકો કે જે તિજોરી લોક કરીને આસપાસ જ ચાવી જ રાખે છે તેના માટે ચેતવણી સમાન પણ છે.