દ્વારકા જિલ્લામાં દીકરીઓ પણ નથી સુરક્ષિત,વધુ એક કીસ્સોં આવ્યો સામે

વધી રહેલા બનાવો ચિંતાજનક

દ્વારકા જિલ્લામાં દીકરીઓ પણ નથી સુરક્ષિત,વધુ એક કીસ્સોં આવ્યો સામે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય તેમ સગીરાઓના અપહરણ,બળાત્કાર અને છેડતીના થોકબંધ કિસ્સાઓ પોલીસ મથક સુધી પહોચી રહ્યા હોય જેને જોતા લાગે છે,કે જિલ્લામાં ગુન્હેગારોને પોલીસને ડર રહ્યો નથી,ત્યારે આવો જ વધુ એક કિસ્સો સુરજકરાડીમા સામે આવતા કાયદાના રખેવાળો સામે પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે.

દ્વારકા જિલ્લામાં દીકરીઓ પણ હવે સુરક્ષિત નથી તેવો માહોલ સર્જાયો છે,ત્યારે સુરજકરાડીમા સામે આવેલા ચોંકાવનારા કિસ્સામાં ગામના જ બે શખ્સોએ સગીરા સાથે ધરાર પ્રેમસબંધ બાંધવા મામલે અવારનવાર પજવણી તેમજ બીભત્સ ચેનચાળા કરીને પરેશાન કરી મૂકી હતી,અને આવું કરવા છતાં સગીરા તાબે ના થતા એક દિવસ આરોપી પિયુષ સગીરાના ઘરે પહોચી જઈને તું મારા માસીના દીકરા સુજલ સાથે પ્રેમસબંધ નહિ રાખ તો આખા ગામમાં બદનામ કરી નાખીશ આવી ધમકી આપ્યા બાદ આ આવારા તત્વોની હિમ્મત એટલી હદે વધી ગઈ કે સગીરા સાથે ધરાર પ્રેમસબંધ રાખવા મામલે દારૂના નશામાં પિયુષ સગીરાના ઘરમાં ઘુસી જઈને સગીરાને જણાવ્યું કે સુજલ સાથે પ્રેમસબંધ ના રાખ તો કાઈ નહિ પણ મારી સાથે રાખ તેમ કહી ને સગીરા સાથે ઝપાઝપી પણ કરી હતી,

દરમિયાન સગીરાના માતા પિતા આવી જતા તેને પણ ઢીકાપાટુનો માર મારીને ભારે આતંક મચાવવાના આ બનાવથી સુરજકરાડી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે,જયારે આ મામલે હિમ્મત દાખવીને અંતે સગીરાની માતાએ મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિયુષને ઝડપી પાડ્યો છે,જયારે સુજલ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.