એકતા યાત્રા સિવાય કૃષિમંત્રીનું સિંચાઇ અને પાણી મામલે સુચક મૌન

સરદાર પટેલ ખેડૂતો માટે સજાગ હતા...

એકતા યાત્રા સિવાય કૃષિમંત્રીનું સિંચાઇ અને પાણી મામલે સુચક મૌન

mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ વર્ષે નબળા ચોમાસાના કારણે ખેડૂતોનો પાક સિંચાઈના પાણી  વગર મૂરઝાવા લાગ્યો છે અને સિંચાઇ અને પીવાના પાણીનું ગંભીર જળ સંકટ તોળાઇ રહ્યું છે,જેની અત્યારથી જ ચિંતા લોકોમાં ઘર કરી ગઈ છે,

તેવામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યું ઓફ યુનિટી અન્વયે એકતા યાત્રાના સંદર્ભે જામનગર ખાતે આવેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુને પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા જીલ્લાની પાણીની સમસ્યા અંગે સવાલ કરતાં આર.સી.ફળદુએ પીછેહઠ કરી હતી, 

વધુમાં આર.સી.ફળદુએ માત્ર સરદાર પટેલની એકતા યાત્રા વિષે જ ટૂંકી ચર્ચા કરીને સિંચાઇ,પાણી મામલે સુચક મૌન ધારણ કરી લીધું હતું, અન્ય કોઈપણ સવાલોનો જવાબ ન આપી તાબળતોળ પત્રકાર પરિષદ પૂર્ણ કરીને ગાંધીનગર ખાતે રવાના થઈ ગયા હતા,

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલએ ગુજરાતનાં ખેડા,બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરીને અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા,તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતનાં પ્રભાવશાળી નેતામાં થઈ હતી,તેઓ એ ખેડૂતો માટે કામ કર્યાના અનેક ઉદાહરણો છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલએ દેશના રજવાડા એકત્રિત કરીને લોખંડી પુરુષની છાપ તો ધરાવે જ છે પરંતુ ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોની સમસ્યા અંગે પણ એટલા જ સજાગ હતા,

તેવામાં રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુ આજે પાણીના અને ખેડૂતોના પ્રશ્ને પત્રકારોને કાઇપણ કહેવાનો ઇન્કાર કરીને ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.