જે પ્યાસીઓ કહે કે અમે તો બ્રાંડ સિવાય પીતા જ નથી તે આ સમાચાર વાંચી લે..

અસલી બોટલમાં નકલી દારુ ભરવાના રેકેટનો પર્દાફાશ 

જે પ્યાસીઓ કહે કે અમે તો બ્રાંડ સિવાય પીતા જ નથી તે આ સમાચાર વાંચી લે..

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં દારૂબંધીની છે, પણ આ જ રાજ્યમાં કેટલાય પ્યાસીઓ છે જેને સાંજ થતાની સાથે જ સારી બ્રાંડની બાટલી જોઈએ છે, અને સારી બ્રાંડની બાટલી માટે મોઢે માગ્યા રૂપિયા પ્યાસીઓ આપે છે, પણ તેને ખબર છે કે જે બોટલમાંથી શરાબ કાઢીને તે ગટગટાવે છે તે અસલી જ છે....કે નકલી..? કારણે કે રાજ્યમાં સામે આવ્યું છે અસલી બોટલમાં નકલી દારુ ભરવાનું કૌભાંડ.....

અમદાવાદ શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો. જેના પર PCBએ રેડ કરીને ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે.અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી જતો હતો. માણેકબાગ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો 200 રૂપિયા વાળો જ દારૂ હોય.

એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રેડ કરી હતી. PCBને મળેલી બાતમી પ્રમાણે ત્યાં દારૂનો જથ્થો હતો. રેડ દરમિયાન પોલીસ ફ્લેટમાં ગઈ ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે.પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ ,પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર ,તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી હતી. આ બધાનો ઉપયોગ બનાવટી દારૂ બનાવવા માટે થતો હોવાનું સામે આવ્યું રહ્યું છે પોલીસ આ મામલે આગળની સઘન તપાસ આદરી છે.