Mysamachar.in-જામનગર:
આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને દારૂબંધી પણ છે પણ આ તમામ વચ્ચે વર્ષે કરોડોના નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસી જાય છે, જેમાં દારુ, ગાંજો, ચરસ, અને અન્ય નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે,હાલ રાજ્યની વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં જામનગર જીલ્લાના જામજોધપુર લાલપુર મત વિસ્તારના કોંગી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ હાલારના બન્ને જીલ્લા એટલે કે જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં તા.31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાંથી જિલ્લાવાર વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને નશીલા પદાર્થોનો કેટલી કિંમતનો કેટલો જથ્થો પકડાયો તેના જવાબમાં સામે આવ્યું છે કે….
તા.01/01/2020 થી તા.31/12/2020 સુધીમાં જામનગર જીલ્લામાં 1,13,26,900 ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો 22,709 અને દેસી દારૂ 4,55,975 ની કિમતનો જથ્થો 22,214 જેમાં બીયર બોટલ 65,700 ની કિમતની જથ્થો 631અને ગાંજાની કિમત 1,36,500 જથ્થો 5,210 કિ.ગ્રા અને અન્યમાં કિમત 2,68,500 જથ્થો 26.85 મીલીગ્રામ મેક્રેડોન પાવડર
તા.01/01/2020 થી તા.31/12/2020 સુધીમાં દેવભૂમી-દ્વારકા જીલ્લામાં 23,37,520 ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો 7491 અને દેસી દારૂ 2,07,760 નિ કિમતનો જથ્થો 10,388 જેમાં બીયર બોટલ કિમતનો 1000 જથ્થો 9 અને ગાંજાની કિમત 78,561 જથ્થો 9.861 કિ.ગ્રા અને ચરસની કીમત 10,09,800 એમ જથ્થો 6.732 કિ.ગ્રા
તા.01/01/2021 થી તા.31/12/2021 સુધીમાં જામનગર જીલ્લામાં 01,72,08,178 ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો 41045 અને દેસી દારૂ 5,34,170, કિમતનો જથ્થો 26,710.જેમાં બીયર બોટલ 3,29,875 ની કિમતની જથ્થો 3298 અને ગાંજાની કિમત 6,96,740 જથ્થો 70.774 કિ.ગ્રા અને અન્યમાં કિમત 01,13,000 જથ્થો 01.12 મીલીગ્રામ મેક્રેડોન પાવડર
તા.01/01/2021 થી તા.31/12/2021 સુધીમાં દેવભૂમિ દ્વારકા જલ્લામાં 59,73,850 ની કિમતનો વિદેશી દારૂનો 14846 બોટલનો જથ્થો અને 58,204 ની કિમત 644 ડબ્બાનો જથ્થો અને દેસી દારૂ 2,40,160 કિમતનો જથ્થો 12008.જેમાં બીયર બોટલ 16,200 ની કિમતની જથ્થો 162 અને ગાંજાની કિમત 21,33,729 જથ્થો 88 કિ.ગ્રા,1005 ગ્રામ અને 500 મિ.ગ્રા અને અન્યમાં હેરોઈનની કિમત 2,84,15,52,000 અને જથ્થો 56.851 કિ.ગ્રા અને મેથાફેટામેન્ટ પાવડર 30,84,000,00 ની કીમત અને જથ્થો 6.168 કિ.ગ્રા ઝડપાયો હોવાનું ધારાસભ્યને જવાબ આપવામાં આવ્યો છે.