વધુ એક વખત ઇકો કાર નો અકસ્માત, 2 લોકોના થયા મોત 

અહી બની છે આ ઘટના 

વધુ એક વખત ઇકો કાર નો અકસ્માત, 2 લોકોના થયા મોત 

Mysamachar.in-છોટાઉદેપુર:

રાજ્યમાં વધી રહેલા અકસ્માતોની ઘટનામાં ઇકો કારના અકસ્માતો વધુ સામે આવતા હોય છે, એવામાં છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના વડોદરા બોડેલી હાઇવે ઉપર પાણીયા વસાહત નજીક ઇનોવા કાર અને ઇકો વાન વચ્ચે અકસ્માત થતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાગત રાત્રિના સમયે સંખેડા તાલુકાના બોડેલી-વડોદરા હાઇવે ઉપર વડોદરા તરફથી છોટાઉદેપુર તરફ જતી ઈનોવા ગાડી અને બોડેલી તરફથી આવતી ઇકો વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકોમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી 2 ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 વ્યક્તિઓ અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બે 108 એમ્બ્યુલન્સ મારફતે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.પાણીયા વસાહત પાસે સર્જાયેલા ઇનોવા અને ઇકો વાન વચ્ચેના અકસ્માતમાં ઇકો વાનના ભુક્કા બોલી ગયા હતા. કારનું ઉપરનું પતરું આખું ખુલી ગયું હતું.