સપડા ગામ નજીક જામનગર પોલીસની કાર સાથે અન્ય કાર ટકરાઈ

સદનસીબે કોઈ જાનહાની નહી પણ ખાનગી કારના ચાલક સામે નોંધાઈ ફરિયાદ

સપડા ગામ નજીક જામનગર પોલીસની કાર સાથે અન્ય કાર ટકરાઈ

Mysamachar.in-જામનગર

જામનગર કાલાવડ હાઈવે પર સપડા નજીક ગતસાંજે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જામનગર પોલીસની બુલેરો કારને અન્ય કારના ચાલકે ટક્કર મારતા પોલીસની બુલેરો રોડ પરથી નીચે ઉતરી જતા તેનું આગળનું વ્હીલ પણ નીકલી ગયું હતું, જે બાદ એમટી વિભાગના કોન્ટ્રાકટ બેઝ ડ્રાઈવરે સરકારી બોલેરો રજી નં GJ-10-G -0986 P-NO.-26 ને નુકશાન પહોચાડવા અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં GJ-10-BG-4436 ના કાર ચાલક સામે કાલાવડ તરફથી પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી સરકારી બોલેરોના આગળના ભાગે અથડાવી અકસ્માત કરી 70,000 જેટલુ નુકશાન કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.