અમદાવાદ રાજકોટ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત, 4 ના જીવ ગયા

મૃતદેહો બહાર કાઢવા પતરા ચીરવા પડ્યા

અમદાવાદ રાજકોટ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત, 4 ના જીવ ગયા

Mysamachar.in:સુરેન્દ્રનગર

અમદાવાદ-રાજકોટ હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિઓના જીવ ગયા છે, લીંબડી-રાજકોટ હાઈવેના આયા ગામના બોર્ડ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. બે દિવસ અગાઉ ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં ત્યાં જ આજે વધુ એક અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.