વધુ એક અકસ્માત, 3 લોકોના મોત

આજે વહેલી સવારે બનેલ ઘટનામાં 4 ઈજાગ્રસ્ત

વધુ એક અકસ્માત, 3 લોકોના મોત

Mysamachar.in:બનાસકાંઠા

દિનપ્રતિદિન જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, એવામા આજે વહેલી સવારે બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોનો ભોગ લેવાયો છે, આ અંગેની મળતી માહિતી પ્રમાણે થરાદ ધાનેરા હાઈવે પર એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે આવી રહી હતી. આ સ્કોર્પિયો ગાડી 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ એટલો ભયાનક હતો કે, સ્કોર્પિયો ગાડીનો ભુક્કો બોલી ગયો હતો, ગંભીર અકસ્માતની આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે, તો ચાર લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવી રહ્યું છે, આ તમામ લોકો કોણ છે તેની હજી માહિતી સામે આવી નથી. સ્કોર્પિયો ગાડી કોઈનો પીછો કરતી સમયે પલટી હોવાની ચર્ચા છે. જો કે આ વાત સાચી છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે જે માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.