ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર

જાણો સંપૂર્ણ કાર્યક્રમ 

ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે ગ્રામપંચાયત ચૂંટણી આજે જાહેર કરવામાં આવી હતી. 10879 ગ્રામપંચાયતોમાં આજે ચૂંટણીનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદની યોજીને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે આયોજીત કરવામાં આવશે. નોટિફિકેશનની જાહેરાત 29 નવેમ્બરે આયોજીત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રખાઇ છે. જે પણ પંચાયતોમાં ચૂટણી છે ત્યાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે.

આ ગ્રામ પંચાયતોની ચૂંટણી તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેશે. રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બર(રવિવાર) મતગણતરી યોજાશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.આમ, આ સાથે જ રાજ્યનાં કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. જેમાં 1 કરોડ 6 લાખ 46 હજાર પુરૂષો અને અને 1 કરોડ 6850 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

અંદાજિત 10,879 ગ્રામપંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સિવાયની જે ગ્રામપંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે એવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય એમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે, સાથે સાથે વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામપંચાયતોની પણ ચૂંટણીઓ યોજાશે.10,117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીકુલ 10,117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે વિભાજીત અને વિસર્જીત થયેલી 65 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવામાં આવશે. તેમજ 697 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે.