CCTV:બસ સ્ટેન્ડમાંથી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 47 લાખની માલમતાની લુંટ

CCTV જોવા ક્લિક કરો 

Mysamachar.in-ગીર સોમનાથ:

જિલ્લાના ઉનામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો ભોગ બન્યો છે. ઉના બસ સ્ટેન્ડમાં 5થી 6 લૂંટારૂઓ રૂપિયા 47 લાખથી વધુની લૂંટ મચાવી ભાગી ગયા છે. તેમાં સોના-ચાંદીના દાગીના, અંદાજે 18 લાખના હીરા સહિત રોકડ રકમનો સમાવેશ થાય છે. ઉના બસ સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ 47 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા પોલીસના ધાડેધાડા બસ સ્ટેન્ડ ખાતે ઉતરી પડ્યા હતા, આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે.પોલીસ આ ગુન્હો કઈ રીતે ઉકેલાય તે માટે વિવિધ દિશાઓમાં કામે લાગી છે.