જયારે પિતા એ પુત્રીને આપ્યો ઠપકો,અને પુત્રીએ ભર્યું આવું પગલું..

પોલીસે હાથ ધરી તપાસ

જયારે પિતા એ પુત્રીને આપ્યો ઠપકો,અને પુત્રીએ ભર્યું આવું પગલું..
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

શું માતા પિતા પોતાના સંતાનો ને અભ્યાસ બાબતે ઠપકો ના આપી શકે..?તે સવાલ ઉભો કરી દે તેવો એક કિસ્સો જામનગર શહેરમા સામે આવ્યો છે,જેમાં જામનગરના ખંભાળિયા નાકા બહાર સુરજબાગ વિસ્તારમાં રહેતા જયભાઈ ધનવંતરાય વસા નામના વણિક વસવાટ કરે છે,તેવો એ ગઈકાલે સાંજે પોતાની પુત્રી રૂચિને એક પિતા તરીકે અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો,જેનું રુચિ ને મનમાં લાગી આવતા રુચિએ પોતાના રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લેતા આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.