...અને એ વિમાનનું જામનગર એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડિંગ

જામનગરની પણ પ્રથમ ઘટના...

...અને એ વિમાનનું જામનગર એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડિંગ

Mysamachar.in-જામનગર:

જામનગર એરપોર્ટ પર રવિવારે મોડી સાંજે એક વિમાનનુ ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી એરઈન્ડીયાનુ વિમાન દિલ્હીથી મસ્કત જઈ રહ્યુ હતુ..ત્યારે અચાનક વિમાનમાં રહેલા 137 મુસાફરો પૈકી એક મુસાફરની તબીયત લથડતા તેને સારવારની જરૂરીયાત હોવાથી વિમાનનુ ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી. જે માટે જામનગર એરપોર્ટ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય એરલાઈન્સનું  વિમાન લેન્ડીંગ કરવાની ફરજ પડી...

એક મુસાફરનો જીવ બચાવવા માટે આ વિમાનને જામનગરમાં લેન્ડીંગ કરવામાં આવ્યુ. બાદ ગોરખનાથ નાયક નામનો જે મુસાફર હતો તેને સારવારની જરૂરીયાત હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આમ બે કલાકના જામનગરમાં રોકાણ બાદ ફરી વિમાન મસ્કત તરફ રવાના થયુ હતું,અને ગતરાત્રીના જામનગર એરપોર્ટ પર આ ઘટનાને લઈને ધમધમાટ જોવા મળ્યો હતો..