અને પતિએ પત્ની નું નાક કાપી નાખ્યું.!

નાની વાતનું મોટું સ્વરૂપ

અને પતિએ પત્ની નું નાક કાપી નાખ્યું.!

my samachar.in-જામનગર: 

પતિ-પત્ની વચ્ચે રોજિંદી જીભાજોડીની વાત સામાન્ય હોય પરંતુ ક્યારેક બંને વચ્ચે અહમ વધી જાય ત્યારે પરિણામ મારમારી,હત્યા સુધી આવતું હોવાના કિસ્સા સામે  આવતા હોય છે કાલાવડમાં પતિએ મનપસંદ નોનવેજનું શાક ખાવાનું મન થયું હોય પત્નીએ ન બનાવી આપતા ઉશ્કેરાયેલા પતિએ ધબધબાટી બોલાવીને પત્નીનું છરી વડે નાક વાઢી લેતા આ મારામારીનો બનાવ પોલીસ મથકે પહોચ્યો છે અને પત્નીએ ફરિયાદ નોંધાવી છે,

કાલાવડ તાલુકાનાં નિકાવા ગામે રહેતી જશુબેન વાજલીયાએ રાત્રીના જમવા માટે રીંગણાં બટેકાનું શાક બનાવેલ હતું  પતિ લક્ષ્મણભાઈ વાજલીયા ઘરે જમવા આવ્યા ત્યારે પત્નીને પૂછ્યું જમવામાં શું બનાવ્યું છે,પત્નીએ કહ્યું કે રીંગણાં-બટેકાનું શાક બનવ્યું છે ત્યારે લક્ષ્મણભાઈએ ઉશ્કેરાઈને મારે નોનવેજનું શાક ખાવું હોય,અત્યારેજ ગામમાથી નોનવેજ લઈને આવવાની જીદ કરીને માથાકૂટ કરી હતી અને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં લક્ષ્મણભાઈએ પત્ની જશુબેન ઉપર હુમલો કરીને શાક વાઢવાની છરી લઈને જશુબેનનું નાક વાઢી નાખતા ભાગદોડ મચી ગઈ હતી,

આથી ગંભીર હાલતમાં જશુબેનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પતિ વિરુદ્ધ બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી,અને પત્નીનું નાક કાપી નાસી છૂટેલ પતિની પોલીસે શોધખોળ હાથધારી છે.