જામનગર મનપા વિપક્ષ નેતા બન્યા આનંદ રાઠોડ 

એક વર્ષ માટે વિપક્ષ નેતાનું પદ 

જામનગર મનપા વિપક્ષ નેતા બન્યા આનંદ રાઠોડ 

My samachar.in : જામનગર

જામનગર મહાનગરપાલિકા વિપક્ષ નેતા પદે લાંબા સમયથી કોકડું ગૂંચવાયેલું હતું, અને મનપાની ચુંટણીઓ પૂર્ણ થયાને નવ માસ જેટલો સમય વીતી ચુક્યો છતાં મનપા વિપક્ષ નેતા માટે ભારે અવઢવ હતી તેવામાં અંતે વિપક્ષ નેતા પદે આગામી એક વર્ષ માટે સીનીયર કોર્પોરેટર આનંદ રાઠોડની આગામી એક વર્ષ માટે પક્ષ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. આજે આનંદ રાઠોડે નેતા વિપક્ષની ધુરા સંભાળી લીધી છે અને તેવો હવે શહેરના પ્રશ્નો પર અને મનપામાં જો કોઈ ગેરરીતિઓ ચાલતી હશે તો તેને ઉજાગર કરવા મક્કમતા દર્શાવી છે.ખાસ કરીને જે શહેરના જુના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે અને લોકોને સ્પર્શતા પ્રશ્નો હશે તેના પર નેતા વિપક્ષ ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશે.અને જરૂર પડ્યે સતાધારી પાંખ ભાજપ સામે આંદોલનો અને લડત આપી અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે.