હલકી માનસિકતાવાળા શખ્સની હરકત, મહિલાનો નંબર કોલગર્લ તરીકે શેર કર્યો

છેલ્લા કેટલાય સમયથી પરેશાન મહિલા પોલીસ પાસે પહોચી

હલકી માનસિકતાવાળા શખ્સની હરકત, મહિલાનો નંબર કોલગર્લ તરીકે શેર કર્યો
symbolic image

Mysamachar.in-અમદાવાદ

સોશિયલ મીડિયાના સદુપયોગ કરતા દિવસે ને દિવસે  દુરુપયોગના કિસ્સાઓ વધી રહ્યા હોય તેમ લાગે છે, કેટલાક કિસ્સાઓમાં લોકો સામાજિક ઝઘડા કે પછી એક તરફી પ્રેમનો બદલો લેવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. આવી જ એક ઘટના વધુ એક વખત અમદાવાદમાં સામે આવી છે.એક મહિલાએ આપેલ ફરિયાદ મુજબ અજાણ્યા વ્યક્તિએ બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીના નામે લોકો સાથે મેસેન્જર મારફતે વાતચીત કરે છે અને ફરિયાદી મહિલાને કોલગર્લ તરીકે દર્શાવીને આ વ્યક્તિ સાથે તેનો મોબાઈલ નંબર શેર કરે છે.

ડિસેમ્બર 2019થી આ મહિલા ને આ પ્રકાર અનેક ફોન આવતા હતા. જેથી ફરિયાદી મહિલા એ તેને ફોન કરનાર એક વ્યક્તિ પાસેથી તમામ હકીકત મેળવીને સાયબર ક્રાઇમને આ બાબતની જાણ કરી છે. યુવતીએ પણ આ બનાવટી એકાઉન્ટ સર્ચ કરતા તેમાં બીભત્સ લખાણ પણ લખ્યું હોવાનુ જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે આરોપી પકડાયા બાદ જ હકીકત સામે આવશે કે આખરે આ મહિલાને બદનામ કરવાનુ કાવતરું કોણે અને શા માટે કર્યું છે.