કાલાવડના બેરોજગાર યુવકને નહોતો મળતો કામધંધો તો જીવનલીલા સંકેલી લીધી

અત્યારે કેટલાય લોકોની સ્થિતિ આવી જ છે.

કાલાવડના બેરોજગાર યુવકને નહોતો મળતો કામધંધો તો જીવનલીલા સંકેલી લીધી
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના કાલાવડના મોમાઈ કોલોનીમાં એક દુખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં સાગર હંસરાજભાઈ મકવાણા નામના 20 વર્ષીય યુવક હાલ બેરોજગાર હોય અને કોઇ કામ ધંધો તેને મળતો ન હોઇ જેના કારણે થોડા દિવસોથી પરેશાન રહેતો હોઇ જેના કારણે પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.