My samachar.in:-જામનગર
જામનગર શહેરમાં ગુન્હેગારોની સંખ્યા વધી રહી હોય તેમ લાગે છે, એક બાદ એક મોટા ગુન્હાઓને અંજામ આપતા જાય છે, જામનગરમાં વસવાટ કરતા એક વૃદ્ધે પત્નીની સારવાર સબબ લીધેલ નાણાથી વધુ રકમની માંગણી કરી વૃદ્ધનું અપહરણ અને ઢોરમાર મારનાર 4 ઈસમો સામે સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે તેની વિગત પર નજર કરવામાં આવે તો જામનગર શહેરના શ્રૃતિ પાર્ક, નારાયણનગર શેરી નં.-૨ હરીયા કોલેજ પાછળ, વસવાટ કરતા અરવિંદભાઇ વિરજીભાઇ સંઘાણી પોતાની પત્નીની સારવાર કરાવવા સારૂ આશીષ ચાંદ્રા પાસે થી 5% લેખે 7 લાખ આજથી છ મહીના પહેલા લીધેલ હોય તેના બદલામાં ફરિયાદી અરવિંદભાઈ નિયમીત વ્યાજ ચુકવતા હતા..
જે બાદ આરોપીએ અવાર નવાર ફોન કરી 20 લાખની માંગણી કરતા હોય ફરિયાદી અરવિંદભાઈથી પૈસાની સગવડ ન થતા આરોપીઓ આશિષ ચાંદ્રા, જીગ્નેશ ઉર્ફે જીગો ચાંદ્રા હાર્દિક ભટ્ટી અને અન્ય એક અજાણ્યા ઇસમેં પુર્વ યોજીત કાવત્રુ રચી અરવિંદભાઈના રહેણાંક મકાને જઇ ગાળોભુંડા બોલી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કાર નં. GJ 10BG 9915 માં અપહરણ કરી લાવડીયા ગામે સીમ વિસ્તારમાં કોઇ વાડીમાં લઇ જઇ ગોંધી રાખી ત્યા આરોપીઓ અરવિંદભાઈને બેઝબોલના ધોકા અને ઇલેકટ્રીક કેબલના વાયર અને ચામડા પટ્ટા વડે આડેધડ મારમારી શરીરે જુદી-જુદી જગ્યાએ નાની મોટી ૧૭ મુંઢ ઇજા ઓ કરેલ આ દરમ્યાન મારી નાખવાની ધમકીઓ આપેલ અને રૂપીયા 20 લાખ આપવાની બળજબરીથી કબુલાત કરાવી અને ફરીયાદી અરવિંદભાઈના ફોનથી તેના ભાઈ પરસોતમભાઇ ને ફોન કરાવી આ દરમ્યાન મકાનની ફાઇલે બળજબરીથી પડાવી લીધેલ અને તે પછી લાવડીયા થી દ્વારકા અને બેટ દ્વારકા સુધી મુંઢ મારમારી અપહરણ કર્યા સબબની ફરિયાદ બાદ સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.