નશાનું એક બિસ્કીટ 4000માં વેચાણ થતુ..

ATS ટીમે કર્યો પર્દાફાશ 

નશાનું એક બિસ્કીટ 4000માં વેચાણ થતુ..

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં દારૂની સાથે નશાના બંધાણીઓ અલગ અલગ નશા તરફ વળી રહ્યા છે અને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે તેને રોકવા માટે પોલીસ પણ એટલી જ સજાગ છે, આ તમામ વચ્ચે એક નવી જ મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ ગુજરાત ATS એ કર્યો છે. જેમાં "કેનાબીજ" એટલે કે ગાંજાના છોડના તેલમાંથી કુકીઝ બનાવવમાં આવી રહી છે. ગાંજાના છોડમાંથી જે બિયાં નીકળતા હોય છે, તેમાંથી તેલ નીકળતું હોય છે અને આ તેલને કુકીઝ એટલે કે બિસ્કિટમાં ભેળવીને વેચનારા ત્રણ શખ્સો ધરપકડ કરાઈ છે. આરોપી જય કિશન ઠાકોર, અંકિત ફુલહરી અને સોનુની ધરપકડ કરાઈ છે.

ગાંજાના તેલ માંથી બિસ્કીટ બનાવતા હતા અને વેચતા 1 બિસ્કિટ રૂપિયા 4000 માં વેચતા હોવાનું સામે આવ્યું છેATSએ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત બિસ્કિટ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો છેલ્લા એક વર્ષથી આ નશાનો કાળો કારોબાર આ રેસ્ટોરન્ટમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ભાટ ટોલનાકા પાસેના ચૂલા ચિકન નામના રેસ્ટોરન્ટમાંથી ડ્રગ્સ મળ્યું છે. રેસ્ટોરન્ટમાં મળેલા એમેઝોનના બોક્સમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપી પકડાયા છે. આરોપી CBD અને THC ઓઇલના કુકીઝ વેચતો હતો. ગાંજામાંથી નીકળતા તેલમાંથી આ કુકીઝ બનાવાય છે. આરોપી એક બિસ્કિટ ચાર હજાર રૂપિયામાં વેચતો હતો, સાથે જ તે ગાંજાનું તેલ પણ વેચતો હતો. આ તેલની કિંમત એક ગ્રામના 2500 થી 3000 રૂપિયા જેટલી હતી. છેલ્લા એક વર્ષથી આરોપીઓ ડ્રગ્સના વેપલા સાથે સંકળાયેલા છે. એટીએસએ ત્રણેય આરોપીઓને અડાલજ પોલીસને સોંપ્યા છે.

ગુજરાત ATS એ રેસ્ટોરન્ટમાંથી જય કિશન ઠાકોર, અંકિત રાજકુમાર ફુલહરી તથા સોનુ નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATS દ્વારા તેઓની ધરપકડ કરીને અડાલજ પોલીસના હવાલે કર્યાં છે. ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ ગાંધીનગર SOG પોલીસ આગળના સમયમાં હાથ ધરશે, ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી નશાયુક્ત 2 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્ય પદાર્થમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની વાત સામે આવી છે.