જામનગર જીલ્લામાં 39505 મતદારોનો થયો વધારો, કઈ વિધાનસભામાં કેટલા કમી થયા વાંચો વિગત

કઈ વિધાનસભામાં કુલ કેટલા મતદારો તે આંકડા સાથે જાણો

જામનગર જીલ્લામાં 39505 મતદારોનો થયો વધારો, કઈ વિધાનસભામાં કેટલા કમી થયા વાંચો વિગત
file image

Mysamachar.in:જામનગર 

ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા થઈ આવેલ સૂચનાનુસાર તા.01/01/2022 લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુધારણા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. જે અન્વયે લાયકાત ધરાવનાર નાગરિકો પાસેથી તા.01/11/2021 થી તા.05/12/2021 સુધી ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમોથી ફોર્મસ મેળવી, મતદારયાદી સુધારણાની કાર્યવાહી કરવામાં આવેલ.આ બાબતે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ માટે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વર નલિન ઉપાધ્યાય તથા જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગર, ડો. સૌરભ પારધીના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કુલ 77534  ફોર્મ્સ મેળવવામાં આવેલ છે. જે પૈકી વિધાનસભા મતદાર વિભાગવાર નવા ઉમેરાયેલા તથા કમી કરવામાં આવેલ મતદારોની વિગત નીચે મુજબ છે.

76 કાલાવડમાં 6105 મતદારો ઉમેરાયા જયારે 2480 કમી થયા છે 
77 જામનગર (ગ્રામ્ય)માં 8436 મતદારો ઉમેરાયા જયારે  2420 કમી થયા છે 
78 જામનગર ઉત્તરમાં 10230 મતદારો ઉમેરાયા જયારે 2853 કમી થયા છે 
79 જામનગર દક્ષિણમાં 7320 મતદારો ઉમેરાયા જયારે 4013  કમી થયા છે 
80 જામજોધપુરમાં 7414 મતદારો ઉમેરાયા 3685 કમી થયા છે 
 
હાલ જામનગર જિલ્લામાં કુલ 11,90,083 મતદારો નોંધાયેલા છે, જે પૈકી 6,11,029 પુરુષો, 5,79,038 સ્ત્રીઓ તથા 16 અન્યનો સમાવેશ થાય છે.
76 કાલાવડમાં 231088 મતદારો 
77 જામનગર (ગ્રામ્ય)માં 248134 મતદારો 
78 જામનગર ઉત્તરમાં 257287 મતદારો 
79 જામનગર દક્ષિણમાં 229344 મતદારો 
80 જામજોધપુરમાં 224230 મતદારો 

જામનગર જીલ્લામાં વસ્તી ગણતરીના આંકડા મુજબ સ્ત્રી- પુરુષ જાતિ પ્રમાણ 938 છે જયારે હાલ જાહેર કરાયેલ મતદારયાદી મુજબ સ્ત્રી- પુરુષ જાતિ પ્રમાણ 948 છે. તેમજ ઇ.પી.રેશિયો (2022ની સ્થિતિએ વસ્તીગણતરીના અનુમાનિત આંકડાની સાપેક્ષમાં નોંધાયેલા મતદારોનું પ્રમાણ) 68.5% છે. હાલ જિલ્લામાં યુવા મતદારો એટલે કે 18-19 વયજૂથના નોંધાયેલ મતદારોની કુલ સંખ્યા 26,130 છે.ઉપરોકત વિગતે જામનગર જિલ્લામાં આજરોજ તા.05/01/2022 નવીન પ્રસિધ્ધ થયેલ મતદારયાદી ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવેલ છે. નવિન પ્રસિધ્ધ થયેલ મતદારયાદી https://ceo.gujarat.gov.in વેબસાઈટ પર પણ જોઈ શકાશે.હાલ મતદારયાદીમાં નવું નામ નોંધાવવા, કમી કરવા કે સુધારા કરવા આ માટે ઓનલાઈન http://www.nvsp.in https:/voteportal.cci.gov.in/ અથવા Voter Helpline Application (Android/iOS) દવારા તમામ ઓનલાઈન અરજી કરી શકાય છે.