Mysamachar.in-જામનગર:
જામનગર કલેકટર કચેરી ખાતે એક તરફ મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે લમ્પી વાયરસને મુદ્દે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કલેકટર કચેરી બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં નાસભાગ મચી જવા પામી હતી, દિગુભા જાડેજાએ કલેકટર કચેરી ખાતે પહોચી પેટ્રોલ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પ્રયાસ નિષ્ફળ પોલીસે નિષ્ફળ બનાવી દીધો હતો, મહત્વનું છે કે લમ્પી વાયરસને મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ના થતી હોય ગૌ માતાના હત્યારાના આક્ષેપના સુત્રોચાર સાથે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ દિગુભાએ શરીરે પેટ્રોલ છાંટતા જ હાજર પોલીસે તેને પકડી લઇ આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.