રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખની આગેવાનીમાં આ મુદ્દાઓ પર આપવામાં આવ્યું આવેદનપત્ર 

આજે રાજ્યમાં જીલ્લા અને તાલુકા મથકે આવેદન આપવાનો કાર્યક્રમ 

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખની આગેવાનીમાં આ મુદ્દાઓ પર આપવામાં આવ્યું આવેદનપત્ર 
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના વિવિધ મુદ્દાઓને લઈને સ્થાનિક લેવલથી માંડીને સરકાર સુધી પરિણામલક્ષી રજૂઆત કરતુ રહે છે, આજે પણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજાની આગેવીનામાં જામનગર નિવાસી અધિક કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય થવા માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ BLO કે જે મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો જ છે. સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જયારથી આપ દ્વારા GARUDA APP દ્વારા તમામ ફોર્મ ઑનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે તેને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે નિયત સમયમર્યાદામાં આ કામગીરી કરવી શક્ય લાગતી નથી જેવી કે..

-કેટલાય BLOડ ટેકનોલોજીનો મર્યાદિત જ ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલ ભરેલી લાગે છે અને જો તેઓ આ કામગીરી કરશે તો મતદાર યાદી ક્ષતિવાળી બનશે તેવી સંભાવના પણ લાગે છે.

-દરેક શાળામાં હાલ કોમ્પ્યુટર કે ઈન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેથી શાળા કક્ષાએ રહીને પણ આ કામગીરી કરવી અસંભવ છે.

-શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે. કોવિડ19  કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી જે બંધ હતું તે હાલ ચાલુ થયું હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોઇ તમામ ફોર્મ APP BLO દ્વારા સમયમર્યાદામાં ઑનલાઈન કરવા અશક્ય છે.

-શાળા સમય દરમ્યાન ડોર ટુ ડોર જઈને કામગીરી કરવામાં પણ શાળાના બાળકોના શિક્ષણ પર અસર પડતી હોય છે. ઉપરાંત મોટાભાગની શાળામાં હાલ સ્કૂલ ઑફ એક્સલન્સ અંતર્ગત કરવામાં આવેલ હોવાથી તેના માપદંડ સિધ્ધ કરવા માટે પણ તમામ શિક્ષકોએ કે જે BLOS છે તેમને પણ કામગીરી કરવાની હોય છે અને જો તે કામગીરી સમયમર્યાદામાં ન થાય તો અમારી શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ઠપકો આપવામાં આવતો હોઈ ડોર ટુ ડોરની કામગીરી કરવી અશક્ય છે.

-ઓનલાઈન ફોર્મ ભરવા માટેના આપ દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્લેટફોર્મ પણ ક્ષતિવાળા હોવાથી ઘણીવાર એક જ ફોર્મ માટે ઘણા પ્રયત્ન કરવા પડતા હોય છે જેના કારણે સમય વેડફાય છે અને કામગીરી કરવામાં નિરાશા પણ આવે છે.

- આ કામગીરી અંતર્ગત ફોર્મ એકંદર કરી ઓફિસ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક BLO ને ઈન્ટરનેટ કનેક્શન સાથે ટેબલેટ પુરૂ પાડવું જેથી આ કામગીરી થઈ શકે.

આ ઉપરાંત પણ વિવિધ કારણોસર આ કામગીરી BLOS દ્વારા કરવી યોગ્ય ન જણાતા આવેદન છે કે આ કામગીરી માટેનો અન્ય કોઈ વ્યવહારૂ ઉકેલ શોધવામાં આવે અને BLOની કામગીરી કરતા શિક્ષકોને GARUDA  APP કે અન્ય રીતે ઑનલાઈન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તો યોગ્ય રહેશે. તમામ BLOS તમામ પ્રકારના ફોર્મ સ્વીકારવા તૈયાર છે, પરંતુ તે તમામ ફોર્મની ઓનલાઈન કરવાની કામગીરી માટે ઉપરોક્ત કારણોસર જે મુશ્કેલીઓ પડે છે તે જોતા કામગીરી કરવી અસંભવ હોઈ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મામલે મૌખિક અને લેખિત રજૂઆત કરાઈ છે.