મુંબઈથી કુરિયરમાં મગાવ્યો દારૂનો જથ્થો...પણ પોલીસને મળી ગઈ માહિતી અને...

એરવેઝ કુરિયરમાં આવ્યો હતો મુંબઈથી જથ્થો

મુંબઈથી કુરિયરમાં મગાવ્યો દારૂનો જથ્થો...પણ પોલીસને મળી ગઈ માહિતી અને...
Symbolic image

Mysamachar.in:જામનગર

ગુજરાતમાં ભલેને દારૂબંધી હોય પણ જેને જોઈ તે ગમે તેમ રસ્તો કરી જ લે છે, આવો જ વધુ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જ્યાં મુંબઈથી કુરિયરમાં જામનગર પહોચેલ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જો કે જથ્થો લેવા આવનાર પોલીસને હાથ લાગ્યો નથી આ અંગેની વિગતો એવી છે કે....સીટી બી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એચ.પી.ઝાલાની સુચનાથી ડી સ્ટાફ પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમી મળેલ કે મોર્ડન માર્કેટમાં આવેલ એરવેઝ કુરીયરમા જયેશ ચાંદ્રા રહે જામનગર વાળાએ પાર્સલમા ઈંગ્લીશ દારૂ જથ્થો મંગાવેલ છે,

જે આધારે એરવેજ કુરીયર નામની ઓફીસે વોચમા રહેતા આરોપીએ ઈંગ્લીશ દારૂ કુરીયરના સ્થળેથી લઈ જવા માટે પોતાની ફોર્ડ ફીગો ફોર વ્હીલ કાર લઈને આવતા આરોપી પોલીસને જોઈને પોતાની ફોર્ડ ફીગો કાર કુરીયર ઓફીસે છોડી નાસી ગયેલ બાદ કુરીયર ઓફીસે રેઈડ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારુની બોટલ નંગ 139 કી.રૂ.74,500/- ની મળી આવેલ તેમજ આરોપીએ પોતાની ફોર્ડ ફીગો કાર મુકી જતા રહેલ હોય જે ફોર વ્હીલ ગાડીની કી.રૂ.1,50,000/- ગણી કબ્જે કરી કુલ કી.રૂ.2,24,500/- મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે,

આ ગુન્હામાં મુંબઈથી મહાવીર ઓટોપાર્ટ પેઢીના નામે ઈંગ્લીશ દારૂ મોકલનાર વ્યક્તી ઈંગ્લીશ દારૂ જેના નામે આવેલ છે તે રમેશ ચાંદ્રા રહે જામનગર તથા જામનગર કુરીયર ઓફીસથી ઈંગ્લીશ દારૂ લેવા જનાર જયેશ ચાંદ્રા રહે. જામનગરવાળા ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.