પાખી હાજરી વચ્ચે જીલ્લા કોંગ્રેસનાં ૨૪ કલાકના ઉપવાસનો પ્રારંભ

કેમ આવું થયું?

પાખી હાજરી વચ્ચે જીલ્લા કોંગ્રેસનાં ૨૪ કલાકના ઉપવાસનો પ્રારંભ

my samachar.in-જામનગર

ખેડૂતોની દેવામાફી,ગરીબ વર્ગ માટે અનામત અને યુવાનોને રોજગારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ૨૪ કલાકના આમરણ ઉપવાસની જાહેરાત કર્યા બાદ આજે જામનગર લાલ બંગલા સર્કલ ખાતે જીલ્લા કોંગ્રેસનાં આગેવાનો ૨૪ કલાકના આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા,જેમાં સવારથી જ કોંગ્રેસનાં કાર્યકરોની પાખી હાજરી જોવા મળી હતી,

આ ઉપવાસ કાર્યક્રમમાં જામનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જે.ટી.પટેલ,ખંભાળીયાનાં ધારાસભ્ય વિક્રમ માડમ,જામનગર ગ્રામ્યનાધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા,દિગુભા જાડેજા,તથા મહિલા કોંગ્રેસ કાર્યકરોમાં માત્ર પુજાબેન નકુમ,અલ્કાબેન ભદોરિયા સહિત ૨૨ આગેવાનો ૨૪ કલાકના ઉપવાસ આંદોલનમાં આજે સવારે જોડાયા હતા તે તસ્વીરમાં નજરે પડે છે, 

આમ કોંગ્રેસ પ્રદેશ દ્વારા ૨૪ કલાકના ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ આજે જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ સવારથી જ નીરસ વાતાવરણ વચ્ચે શરૂ થયો હોય તેમ કોંગ્રેસનાં કાર્યકરોમાં નિરુત્સાહ વચ્ચે પાખી હાજરી જોવા મળી હતી.