મનપા શાશકપક્ષના સભ્યએ ફૂડ શાખા સામે કરેલ આક્ષેપોનો આવ્યો રેલો,શું છુટ્યા આદેશ..

જાણો વિગતે

મનપા શાશકપક્ષના સભ્યએ ફૂડ શાખા સામે કરેલ આક્ષેપોનો આવ્યો રેલો,શું છુટ્યા આદેશ..

mysamachar.in-જામનગર

મનપાની સામાન્ય સભામાં આજે શાશકપક્ષના સભ્ય પ્રવિણ માડમ દ્વારા મનપાની જ ફૂડશાખા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ આક્ષેપો ને લઈને મનપામાં ભારે વાતાવરણ ગરમાઈ જવા પામ્યું હતું,એવામાં શાશકપક્ષના સભ્યની રજૂઆત ને ગંભીરતા થી લઈને કમિશ્નર દ્વારા આ મામલે તપાસના આદેશો છુટ્યા હોવાનું ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર કુંભારાણા એ જણાવ્યું છે,

કુંભારાણાએ કહ્યું કે આજે સામાન્યસભામાં સીનીયર સભ્ય દ્વારા આક્ષેપો થયા છે તે મામલે કમિશ્નર દ્વારા ચાર દિવસમાં યોગ્ય કાર્યવાહી થઇ છે કે કેમ તે તપાસી લેવું જે બાબતે અમે નિયમમુજબ કાર્યવાહી જ થઇ છે કે કેમ તેની તપાસ કરી અને કમિશ્નર ને રીપોર્ટ સુપ્રત કરીશું તેમ જણાવ્યું હતું,

આમ ફૂડશાખા સામે થયેલ આક્ષેપો નો રેલો ગણતરી ની કલાકોમાં જ આવી જતા હવે આગામી સમયમાં શું થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે..