Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં આવેલ જી.જી. હોસ્પીટલની કોવીડ હોસ્પીટલમાં બહારના જીલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે, પણ આજે જે કેટલાક વાઈરલ વિડીયો સામે આવ્યા છે, તે ચોકાવનારા છે, જાણવા મળતી વિગતો પ્રમાણે 17 દિવસ પૂર્વે મોરબી જીલ્લાના છગનભાઈ ચારોલા નામના એક દર્દી અહી દાખલ થયા હતા, અને તેમની કોવીડ B બિલ્ડીંગમાં આવેલ 5 માં માળે સારવાર ચાલી રહી હતી, દરમિયાન આજે બન્યું એવું કે આ દર્દીને ઓક્સીઝ્ન ચાલુ હતું તે દરમિયાન જે રીતે વિડીયોમાં સાંભળવા જોવા મળે છે તે પ્રમાણે ડો. કિંજલના કહેવાથી ઓક્સીઝ્ન સપ્લાય બંધ કરી દેવામાં આવતા આ દર્દીનું મોત નીપજતા તેના પરિવારજનો ભારે હોબાળો મચાવી દીધો હતો અને ઓક્સીઝ્ન સપ્લાય અચાનક બંધ થવાથી તેના પરિવારના સભ્યનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો,
હોસ્પિટલ તંત્ર ભલે પરદો પાડવાની કોશિશ કરે પણ હોસ્પીટલની અંદરનો સ્ટાફ આ લાઈવ વિડીયોમાં કહે છે કે ઓક્સીઝ્ન સપ્લાય ના હોવાથી ઓક્સીઝ્ન ડો.કિંજલ મેડમના કહેવાથી બંધ કરવામાં આવી હતી, આક્ષેપ કરનાર પારિવારની સામે જ મૃતક દર્દીનું ઓક્સીઝ્ન માસ્ક કાઢી લેવામાં આવ્યો હોવાની આક્ષેપ પણ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ હતી આક્ષેપોની વાત જો કે આ મામલો તપાસ માંગી લેતો છે. અને સાચું શું તે તપાસ થાય ત્યારે જ સામે આવે બાકી અત્યારથી હોસ્પિટલતંત્રનો ઢાંકપીછાડો આ તે કેવું..?
-સત્ય શું તે મામલે હોસ્પિટલ તંત્રએ એકબીજાને ખો આપી અને અંતે કહ્યું કે…..
આ મામલામાં સત્ય શું તે જાણવા હોસ્પિટલ અધિક્ષક ડો.દીપક તિવારીનો સંપર્ક કરવામાં આવ્યો તેને ફોન ના ઉપાડ્યા, રૂબરૂ મળ્યા તો કહ્યું કે મીટીંગ છે, એ જ રીતે કોવીડ ઇન્ચાર્જ ડો.વસાવડા તો આ મામલાથી જ અજાણ હતા તેવોએ કહ્યું કે તપાસ કરીને અડધો કલાક પછી કહું…અડધો કલાક નહિ દોઢ કલાક બાદ કહે હવે ડીન ડો.નંદીની દેસાઇ તમને આ મામલે કહેશે તો ડીન દેસાઈએ તો આ આખા પ્રકરણ અંગે અમને તો મીડિયા દ્વારા જાણવા મળ્યું ફરિયાદ મળી નથી તો શું ફરિયાદ મળે તો જ કાર્યવાહી થાય નહિતર કાઈ ના થાય ડીન નો આ જવાબ કેટલો વાજબી ગણી શકાય..
-આ અહેવાલમાં તબીબોની ટીકા નહિ પણ ખૂટતી કડીઓ જોડવાનો પ્રયાસ
જામનગર સરકારી કોવીડ હોસ્પીટલમાં રાત દિવસ જોયા વિના તબીબી અને નર્સિગ સહિતનો સ્ટાફ કામ કરે છે તે સલામીને પાતર ચોક્કસ છે પણ આ રીતે જયારે સોશ્યલ મીડિયામાં વિડીયો ફરી રહ્યા હોય અને તેની પુષ્ટિ પણ તંત્ર આપતું હોય ત્યારે સમાચાર માધ્યમ તરીકે તેને સ્થાન આપવું અમારી ફરજ જેથી આવું બીજીવાર બનતા અટકી શકે.
-વિડીયો જે ફેસબુક આઈડી પર વિડીયો લાઈવ થાયતો તેમાં લખાણના અંશો…
આ વીડિયો જામનગરમાં આવેલ સરકારી હોસ્પિટલ નો છે. જેમાં જીવતા માણસોનાં ઓક્સિજન માસ્ક કાઢીને મારવામાં આવે છે. મારા પપ્પાને ઓક્સિજનની બોટલ ચડતી હતી અને સવારમાં અમારી સામે (છોકરો અને વહુ)ની હાજરીમાં ઓક્સિજન બંધ કરી નાંખવામાં આવ્યું અમે પગે પડ્યા તો પણ ફરીથી લગાવવામાંનાં આવ્યું અમે પૂછ્યું તો અમને જણાવામાં આવ્યું કે ઉપરથી સપ્લાય ઓછી હોવાથી એમને ઉપરથી ઓર્ડર મળ્યો હતો કે હું જાવ પછી થોડા સમય પછી બંધ કરી નાખજો હવે આની જવાબદારી કોઈ લેતું નહિ જેને કાઢ્યું તે કે છે કે હું સ્ટુડન્ટ છું મને ઉપરથી કહેવામાં આવ્યું તેવું મે કર્યું ઉપર થી કોઈ જવાબ આપતું નથી.