Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં અવિરત મેઘમહેરને પગલે જામનગર જીલ્લાના કેટલાય જળાશયો ઓવરફલો થઇ ચુક્યા છે, સિંચાઈ વિભાગે આપેલ માહિતી મુજબ કાલાવડનો ફૂલઝર-2, જામનગરનો સપડા, કાલાવડનો બાલભડી, જામનગર તાલુકાનો વોડીસંગ, વાગડિયા, રણજીતસાગર, જોડિયા નજીકનો આજી4-,ઊંડ-1, ઊંડ-2, ફૂલઝર કોબા, ઉમિયાસાગર, વિજરખી, કંકાવટી, ઊંડ-3, ફોફળ 2, ઊંડ-4, રૂપારેલ અને ફૂલઝર 2 ડેમ 100% ઓવરફલો થયા છે.