એલર્ટ ! દિવાળી ટાણે જ બેંકો પાડશે હડતાળ, આટલા દિવસ બંધ રહેશે

તમારું કામ વહેલું પતાવી લેજો

એલર્ટ ! દિવાળી ટાણે જ બેંકો પાડશે હડતાળ, આટલા દિવસ બંધ રહેશે
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

વર્ષના સૌથી મોટા તહેવારને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. મંદીને કારણે લોકો તહેવાર જેમ નજીક આવશે તેમ ખરીદી કરવા બહાર નીકળશે તેવું વેપારી વર્ગનું કહેવું છે પરંતુ આ તહેવાર ટાણે જ બેંક યુનિયને હડતાળ પાડવાનું નક્કી કરી રાખ્યું છે. જો બેંકો દ્વારા હડતાળ પાડવામાં આવશે તો નાણાભીડ સર્જાવાની શક્યતા સામે આવી છે. બેંકોમાં હડતાળથી ATMમાં પૈસા ખાલી થવાથી લઇને ચેક પેમેન્ટ મોડું થવા જેવા પ્રશ્નો સર્જાઇ શકે છે. આથી દિવાળી પહેલા તમારે તમારું કામ વહેલું પતાવવું પડશે. ઓલ ઇન્ડિયન બેંક એમ્પ્લોઇ યુનિયન તરફથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે.

બેંકો દ્વારા 22 ઓક્ટોબરે જો હડતાળ પાડવામાં આવે તો 22 ઓક્ટોબર પહેલા 20મી ઓક્ટોબરે રવિવાર આવે છે એટલે સ્વાભાવિક રીતે રવિવારે બેંક બંધ રહેશે, ત્યારબાદ 22 તારીખે હડતાળને કારણે રજા રહેશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે શનિવાર અને 27 તારીખે રવિવારે દિવાળી હોવાથી બેંક બંધ રહેશે. એટલે કે 27 ઓક્ટોબર પહેલા બેંકોમાં 3 દિવસ બંધ રહેશે, ત્યારબાદ 28 ઓક્ટોબરે નવું વર્ષ અને 29 ઓક્ટોબરે ભાઇબીજનો તહેવાર છે આથી આ દિવસોમાં તો જાહેર રજા હોય જ છે. આથી જે લોકો ચેકથી પેમેન્ટ કરતાં હશે તેઓના ચેક ક્લિયર થવામાં મોડું થઇ શકે છે. તો બની શકે કે રોકડ વ્યવહારને અસર પહોંચી શકે છે અને ATMમાં પણ નાણાની તંગી જોવા મળી શકે છે.