જીલ્લાપંચાયતનું  માર્ગમકાન કરે છે..પ્રજાના નાણાની બરબાદી

બાબુઓની બેદરકારીના ઘણા કારણો..

જીલ્લાપંચાયતનું  માર્ગમકાન કરે છે..પ્રજાના નાણાની બરબાદી

Mysamachar.in-જામનગર:

જિલ્લા પંચાયતનુ માર્ગ મકાન પ્રજાના નાણાની બરબાદી કરી રહ્યાની ફરિયાદો સામાન્ય અરજદારથી માંડી પ્રજા પ્રતિનિધીઓ વારંવાર કરે છે,પરંતુ પેધી ગયેલુ તંત્ર કંઇ દાદ જ આપતું ન હોય ગ્રામજનોની સુખાકારી છીનવાય છે,આ અંગે અસંખ્ય ફરિયાદો અને ઉદાહરણોમાં થી  અમુક જોઇએ તો ક્યાક દસ દિવસમા રોડ ઉખડી ગયા છે,ક્યાક છતમાંથી પોપડા ખરે છે...તો ક્યાક રોડના ખો થાય છે..છતા કોઇ દરકાર જ નથી

લાલપુરના ભણગોરમા સીમેન્ટ રોડ બન્યાના દસ દિવસમા સિમેન્ટ ઉખડવા માંડ્યો છે,તેમ છતા તંત્ર એવો દાવો કરે છે કે સ્પેશીફીકેશન અને સીમેન્ટના પ્રમાણ બરાબર હતા જો કે ગુણવતાની ચકાસણી કરીશુ,તો બીજી તરફ ગીંગણી સીદસર રોડ નવો બન્યો છે તે ઉખડવા માંડ્યો છે  તે બાબતે પણ તંત્ર શિથિોલતા દાખવે છે, સિંગચ રોડ સહિતની પંચાયતોની ફરિયાદ છે કે જામજોધપુર તાલુકાના પંચાયત અને સ્ટેટના રોડ સાઇડ ઓએફસી કેબલ માટે આડેધડ ખોદકામથી રોડ બગડે છે,અને વાહનવ્યવહારમા હાલાકી પડે છે,અને વરસાદ આવશે ત્યારે અકસ્માતો ની પણ  ભીતી છે, છતા જવાબદારોના પેટના પાણી હલતા નથી..તો વળી જામજોધપુરના ચૂરમા આંગણવાડી નવી બનાવાઇ તેમા છતમાં થી પોપડા ખરે છે,જો કે આ બાબતે વળી ગંભીરતા લેવાઇ અને પંચાયત ના.કા.ઇ.અને એસ.ઓ.ને નોટીસ ફટકારાઇ છે


બાબુઓની બેદરકારીના ઘણા કારણો..

જિલ્લાપંચાયતના માર્ગ મકાન વિભાગની બેદરકારીના ઘણા કારણો છે.,એક તો તાલુકાકક્ષાએ કોઇ ઠોસ કાર્યવાહી થતી જ નથી,અને બીજી તરફ ત્યા પુરતા સ્ટાફ પણ નથી ઉપરાંત જિલ્લા કક્ષાએથી કામ સોંપ્યા બાદ કોઇ આકસ્મિક ચેકીંગ માટે ફરકવા જતુ જ નથી,તેમજ કોન્ટ્રાક્ટ અપાયા બાદ કામનુ ઇન્સ્પેક્શન, મટિરિયલ નમુનાના લેબ ટેસ્ટીંગ, સ્પેશીફીકેશન મુજબ કામ થાય છે કે નહી એવી અસંખ્ય બાબતો અંગે કાર્યવાહી કરવાની કોઇ સીસ્ટમ જ નથી...ઉપરથી દરેક નાના મોટા કામમાંથી મોટાભાગના કામો એક તો વગદારો મેળવી લે છે,બાદમા પેટામા આપી દે છે તે જોવાવાળુ પણ કોઇ નથી અને જેવા-તેવા કામો.પુરા થઇ જાય છે જેથી ગ્રામજનોને કોઇ લાભ કે સુચારૂ સુવિધા મળતી નથી  એકંદર જિલ્લા પંચાયતનુ માર્ગ મકાન વિભાગ પ્રજાના નાણાની બરબાદીકરે છે આ ઉપરાંતની ગેરરિતિઓની પણ અનેક ચર્ચાઓ પંચાયત વર્તુળોમા થાય છે.