ટેમ્પોમાં એવી રીતે છુપાવ્યો હતો દારુ કે પોલીસ પણ વિચારતી રહી ગઈ..

તમે વાંચશો તો વિચારતા થઇ જશો કે આવી જગ્યાએ પણ છુપાવતો હશે દારૂ

ટેમ્પોમાં એવી રીતે છુપાવ્યો હતો દારુ કે પોલીસ પણ વિચારતી રહી ગઈ..

Mysamachar.in-વલસાડ

દારૂની હેરાફેરી કરવા માટે બુટેલગરો કોઈ ને કોઈ જુગાડ ગોઠવી જ લે છે, એવામાં વલસાડ LCBની ટીમને સંઘ પ્રદેશ દમણથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાતમાં છુપી રીતે ટેમ્પોમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની આડમાં સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમી LCBની ટીમને મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન આ ટેમ્પો આવતા LCBની ટીમે ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાંથી એક વીજ કંપનીનું ડમી ટ્રાન્સફોર્મર મશીન મળી આવ્યું હતું.

ટેમ્પામાં મુકેલા ટ્રાન્સફોર્મર મશીનમાં ચેક કરતા LCBની ટીમ દ્રારા ટેમ્પા અંદર મુકવામાં આવેલ મશીનની તપાસ કરતા મશીનની અંદરથી બનાવેલા ટંકામાંથી 3180 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે 2 લાખ રૂપિયાનો દારૂના જથ્થો સાથે 1 આરોપી ની ધરપકડ કરી કુલ રૂપિયા 7.10 લાખના મુદામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલકની અટક કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જો કે દારૂની હેરાફેરીની આ ટેકિનકથી પોલીસ પણ એક તબક્કે વિચારતી થઇ ગઈ હતી.