એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે તમે વાંચશો તો કેહ્શો કે ખરા છે.

પેટીઓ 496 મળી આવી 

એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે તમે વાંચશો તો કેહ્શો કે ખરા છે.

Mysamachar.in-આણંદ

એક તરફ ગુજરાતમાં ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યો પર તવાઈ ચાલી રહી છે તેવામાં દારૂના જ્ત્થાઓ પણ અવિરત ઝડપાઈ રહ્યા છે, આણંદ પોલીસને પણ આવો જ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે, પણ આ વખતે એવી જગ્યાએ દારૂ ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો કે કોઈ પણ વિચારતા રહી જાય....વેસ્ટ જીરાના ભુંસા ભરેલ કોથળાઓ તથા ચિનાઇ માટીના ટોઇલેટ ટબની આડમાં સંતાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 7608 બોટલ તથા ટ્રક મળી કુલ 44 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 ઇસમને આણંદ એલસીબીએ પકડી પાડ્યા છે.

આણંદ એલસીબી સ્ટાફને હકીકત મળેલ કે, ટાટા ટ્રક નંબરઃ UP 577 9468 માં સુકા ઘાસમાં ચીનાઇ માટીના ટબ તથા જીરૂના વેસ્ટ ભુસાના સફેદ કોથળા ભરેલ છે અને તેની નીચે દારૂનો જથ્થો સંતાડેલ છે અને આ ટ્રક વડોદરાથી વાસદ-આણંદ ચીખોદ્રા ચોકડી થઇ ખેડા હાઇવે તરફ જનાર હોવાની ચોક્કસ માહિતી આધારે સ્ટાફના માણસો સાથે ચીખોદ્રા ચોકડીથી સામરખા તરફ જતા ગેલોપ્સ હોટલ થી આગળ આવેલ એમ.એસ. કોમ્પલેક્ષ ટ્રેકટરના શોરૂમ સામે હાઇવે રોડ ઉપર વોચમાં હતા. દરમિયન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા તેને રોકી લીધેલ અને ટ્રકમાંથી ડ્રાઇવર તથા તેની સાથે બેઠેલ ઇસમ મળી આવતા તેઓને સાથે રાખી તાડપત્રી ખોલાવી ચેક કરતા સુકા ઘાસમાં લપેટેલા ચીનાઇ માટીના ટબ તથા જીરૂના વેસ્ટ ભુસાના સફેદ કોથળા ભરેલ હતા.

જે કોથળાઓ ખસેડતા નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સની પેટીઓ નંગ-496 કુલ બોટલ નંગ 7608 કિ.રૂ.24,52,860/- નો મુદ્દામાલ તથા ટ્રકમાંથી મળેલ ચિનાઇ માટીના ટોઇલેટ ટબ કુલ નંગ- 130 તથા વેસ્ટ જીરાના ભુંસા ભરેલ કોથળાઓ કુલ નંગ-120 તથા મોબાઇલ નંગ-1 તથા રોકડ રકમ મળી કુલ રૂ.44,62,800 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા  રાજેશકુમાર ઉર્ફે કાલુ રામેશ્વર બીન હુકમી પંડીત તેમજ અનીલ મેહરસિંગ કશ્યપ હોવાનું જણાવતા તેમના વિરૂધ્ધ આણંદ ટાઉન પોલીસ મથકમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.