રીક્ષામાં એવી જગ્યાએ છુપાવ્યો દારુ કે સૌ વિચારતા રહી જાય...

પણ પોલીસને મળી બાતમી અને ચેકિંગ કરતા જ...

રીક્ષામાં એવી જગ્યાએ છુપાવ્યો દારુ કે સૌ વિચારતા રહી જાય...

Mysamachar.in-વલસાડ:

વલસાડ જીલ્લાની ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી દારૂનો જથ્થો લઈને બીલીમોરા જતી 2 રિક્ષાને ઊંટડી ત્રણ રસ્તા પાસે અટકાવી ચેક કરતા 867 બોટલ દારૂના જથ્થા સાથે 2 રીક્ષા ચાલકોને ઝડપી પાડયા છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે, વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે ડુંગરી પોલીસે બે રિક્ષા રોકી ચેક કરતા કોઈ કલ્પના પણ ના કરે તે ઉપર ટોપ વુડમાંથી અધધ 876 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસની નજર ચૂકવી દમણથી દારૂનો જથ્થો લઈ રાજ્યમાં ઠાલવવા પ્રયાસો કરી રહી છે.

ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી રીક્ષા નંબર GJ-15-TT-5042 અને GJ-15-TT-2289માં દમણથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કોસ્ટલ હાઇવે થઈ બીલીમોરા તરફ જઈ રહ્યા હોવાની બાતમી ડુંગળી પોલીસની ટીમને મળી હતી. ડુંગરી પોલીસ ઊંટડી ત્રણ રસ્તા પાસે બાતમીવાળી રિક્ષાની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતા રિક્ષાને અટકાવી ચેક કરતા રિક્ષાના રૂફ ઉપર બનાવેલા ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ડુંગરી પોલીસે દારૂનો જથ્થો અને 2 રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરાવી આપનાર કુલ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસમાં આગળની તપાસ કરી છે. પોલીસે 2 રીક્ષા અને દારૂનો જથ્થો મળી કુલ 1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.